________________
( રર૮ ) વિષે સારું અજવાળું પાડેલું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, આ લેક તે વિષે પુદગળરૂપી શુદ્ધ પરમાણુંની પણ અનંત સત્તા છે અને લેકતે વિષે જીવ અનંત છે, તેથી જીવની પણ અનંત સત્તા છે, તેથી જ જીવાજીવની જૂદી જૂદી ક્ષેત્રાવગાહના કહેલી છે. વળી જે દ્રવ્યની જે સત્તા હોય, તે બીજી કોઈ દ્રવ્યની સત્તા સાથે મળતી નથી. કારણકે, જે તે એકમેક થઈ જાય તે સર્વ સત્તા અસહાયપણે વ છે, માટે તે એકમેક ન થાય એવી અનાદિ કાળની સ્થિતિ છે.
હે મિત્ર પ્રવાસી, એક વિદ્વાન ચેતન દ્રવ્યની સત્તાને માટે લખે છે કે, આ જગતજાળ ષ દ્રવ્યથી વર્તે છે. તે જ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય જડરૂપી છે અને એક દ્રવ્ય ચેતનરૂપી છે. તે જાણનાર જે દ્રવ્ય છે, તેમાં પુદગળની અનંત સત્તા છે અને જીવની પણ અનંતસત્તા છે. પણ તે સત્તા જૂદી જૂદી છે. કેઈ કેઈની સાથે મળતી નથી. તે પ્રત્યેક સત્તામાં અનંત ગુણનું જ્ઞાન છે. તે એક એક સત્તામાં અને નંત પર્યાય તથા અનંત અવસ્થા ભેદથી ફર્યા કરે છે. તે વાત સ્યાદ્વાદ મતમાં પ્રમાણ છે. તેમજ પુરૂષના વચનની પણ એક મર્યાદા છે, તથા એજ મત સુખનું પેષણ કરનાર અને મોક્ષનું મૂળ કારણ છે. હે પ્રવાસી, જેમ દહીંના મનમાં ઘીની સત્તા રહેલી છે, અને જેમ ઓષધમાં મધુર રસ રહેલ છે તેમ દરેક વસ્તુમાં સત્તા રહેલી છે. તે સત્તાથીજ વસ્તુ નીપજે છે, તેથી સત્તા વિના કઈ પણ રસમાર્ગ સિદ્ધ થતું નથી. વસ્તુમાં જે સત્તાપ છે, તેને જ સત્તા કહે છે, જ્ઞાનરૂપી ભાનુને ઉદય જીવની સત્તામાં ઉત્પન્ન થાય છે. સુધાઅમૃત પણ સત્તામાં જ પ્રાપ્ત થાય છે. અને નિધાન પણ સત્તામાં જ છે. સત્તાનું છુપાવવું, તે સંધ્યા છે અને સત્તાને ઉદય તે પ્રભાત છે. જીવની સત્તાનું જે સ્વરૂપ તેજ મેક્ષ છે અને તે સત્તાનું ભૂલી જવું તે દેષ અથવા બંધ છે. સત્તાનું ઉલ્લંઘન કરવાથી ચારે તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com