________________
( ૨૨૭)
परकी संगति जो रचै, बंध बनावै सोश जो निज सत्तामें मगन, सहज मुक्त सो होइ . " ॥ २ ॥
તેના ભાવાર્થ એવા છે કે, “જે પુરૂષ પરધનનું હરણ કરે, તે અપરાથી—અજ્ઞ કહેવાય છે અને જે પેાતાનાજ ધનનો વ્યવહાર રાખે તે ધનપતિ—શાહુકાર ધર્મ જાણનાર કહેવાય છે,” ॥ ૧ ॥
જે પારકી વસ્તુ એટલે પુગળ રૂપથી રાજી થાય તે ચાર કહેવાય છે, તે ચાર પેાતાના અધને વધારે છે અને જે સદાકાળ પોતાની સત્તામાં મગ્ન રહે, તે મુક્ત-શાહુકાર કહેવાય છે. ’” ॥ ૨૫
પ્રવાસી—મહાશય, વસ્તુ એટલે શુ? અને સત્તા એટલે શુ? તે સમજાવેા.
જ્ઞાનવિલાસ—જે ઉત્પન્ન થાય, નાશ પામે અને સ્થિર થાય, તે વસ્તુ—પુદ્દગળ કહેવાય છે અને જે વસ્તુની મર્યાદ્વા એટલે પિ માણધર્મ, તે સત્તા કહેવાય છે.
પ્રવાસી—મહાનુભાવ, કેવી કેવી વસ્તુની કેવી કેવી સત્તા છે ? તે સમજાવેા.
જ્ઞાનવિલાસ—ભદ્ર, તે વિષે જૈન સિદ્ધાંતમાં જે દર્શાવેલ છે,
તે સાંભળ.
፡
આકાશ દ્રવ્યની મર્યાદા લેાકાલેક સૂધી એક છે, તેથી આકાશ ચની એક સત્તા છે. અને ધર્માસ્તિકાય દ્રવ્ય લેાકપ્રમાણ એક રૂપ છે, તેથી ધદ્રવ્યની એક સત્તા છે તથા અધર્માસ્તિકાય દ્રવ્ય પણ લાક પ્રમાણ એક રૂપ છે, તેથી અધર્મ દ્રવ્યની એક સત્તા છે, કાળ દ્રવ્યના અણુ છે તે લેાકાકાશ પ્રદેશ પ્રદેશ પરિમાણે અસ ખ્યાત છે, તેથી કાળ અણુની અસખ્યાત સત્તા છે. આ કહેવું જૈન ધર્મના એક સપ્રદાયનું છે. તે શિવાય જૂદા જૂદા જૈનાચાર્યોએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com