________________
( ૫ )
મ્યષ્ટિ - ચેતનાને ઉપાદેય રાખેલ છે, તેઓના હૃદયમાં સુબુદ્ધિ જાગ્રત થાય છે. વિષય ભેગ ઉપર વૈરાગ્ય આવે છે, જે રાગદ્વેષાદિક પરભાવ છે, તેના ત્યાગ કરવા ઉત્સાહ થાય છે. ઘર, ધન અને પિરવારમાં તેઓ મગ્ન રહેતા નથી. સમ્રા નિશ્ચય દૃષ્ટિથી દેખી આત્માને સર્વાગ શુદ્ધ વિચારે છે, તેમના હૃદયમાં વિકલતા થતી નથી, અને તેના નિર્મળ મનમાં આત્મસ્વરૂપ સ્ફુરે છે, તેવા જીવ સત્વર મેાક્ષના સાધક થાય છે. તે ભાવે તે ધરમાં રહે કે ભાવે તા વનમાં રહે, પણ તેમની દશા સર્વત્ર એકજ હેાય છે, તેવાજ ભાવાર્થનું કાવ્યપદ જૈન સાહિત્યમાં ગવાય છે:—
સવૈયા.
*
" जे सदैव आपको विचारे सवंगशुद्ध, चिन्हके विकलता न व्यापै कब मनने ; तेई मोक मारगके साधक कहावै जीव, जावै रहो मंदिरमें जावै रहो वनमें. " ॥ १ ॥
જ્ઞાનવિલાસના મુખની આ વાણી સાંભળી હૃદયમાં આનંદમય થયેલા પ્રવાસીએ અજળી જોડીને પૂછ્યું, મહાનુભાવ, આપના વચનાએ મારા હૃદયમાં વૈરાગ્યરૂપ અમૃતના ફુવારા છેડ્યાં છે અને મારા ચેતનને ચૈતન્ય રસના શુદ્ધ અનુભવ આપ્યા છે, હવે આપ કૃપા કરી મોક્ષગામી જીવની દશાનું વર્ણન કરો, જે વર્ણનની વર્ણમાળા મારા હૃદય પીઠ ઉપર હું કાતરી રાખીશ જ્ઞાનવિલાસ—ભદ્ર, સાવધન થઇને સાંભળ:–
સવૈયા.
" चेतन मंदित अंग अखंमित शुद्ध पवित्र पदारथ मेरो, राग विरोध विमोह दशा समुळे भ्रमनाटिक पुद्गळ केरो;
T. ૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com