________________
હાથી દગ્ધ થઈ ગયેલા અને દર્ભની અણી ઉપર રહેલા જળ બિંદુના જેવા અસ્થિર છે. આવા દેહ ઉ૫ર મમતા રાખનારા અને ધર્મને નહીં ઓળખનારા પ્રાણીઓ મરકીના ઊંદરની જેમ નાચી નાચીને મરી જાય છે. હે પ્રવાસી, એ ભાવાર્થ સૂચવનારું એક કવિતાનું પદ કે જનકવિ સર્વદા ગાયા કરે છે અને તેથી તે પિતાની વિરાગ્ય ભાવનાને સર્વ જાગ્રત રાખે છે. :
પ્રવાસીએ કવિતાનું પદ મને કૃપા કરી સંભળાવે કર્મચેતના–પ્રવાસી, એને ભાવાર્થ તે મેં તને હમજ કહ્યું છે. જેની અંદર મરકીના ઉદરનું દષ્ટાંત આપ્યું હતું, એજ ભાવાર્થ એ કવિતાને છે. તે છતાં જો તારી ઈચ્છા હોય તે તે ભાવાર્થને જણાવનારું તે કવિતાનું પદ હું કહી સંભળાવું છું. પણ તું તેને સર્વદા હૃદયમાં યાદ રાખજે,
"मोहके अनबदगे मायाकी मनीसो पगे, दानकी अनी सों लगे उसकेसे फुहेहै। धरमकी बुशी नाही उरके जरम माहि, नाचि नाचि मरजाहि मरीकेसे चुहेहै." ॥ १ ॥
પ્રવાસી–વાહ કવિતા વાહ? હું આ કવિતાને હમેશાં યાદ રાખીશ. મારા હૃદયરૂપ ડાબલામાં રાખી રત્નની જેમ તેની રક્ષા કરીશ. હે મેહિત આત્મા, તું પણ આ કવિતાનું મનન કરી તારા સહજ ગુણને ધારણ કરજે. આ તત્વભૂમિના પ્રવાસમાં મારી મુસાફરીની અંદર જે તને તારિક સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને તારા મનમંદિરમાં રાખી તેની સર્વદા સંભાળ રાખજે. હે જીવ તું તારા મૂઠ હદયમાંથી મમતાની તથા મેહની વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com