________________
( ૨૦ )
થાય છે કે, માણ કર્મની જાળ હવે ભિન્ન થતી દેખાય છે. મારે આત્માજ કર્તાકારક, કર્ણકારક અને આધારકારકને વિષે રહેલ છે, તે કર્મકારકને જાણે છે. કોઈ પણ પર્યાયની ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતા છે, એ ત્રણ ધારા સતત વહ્યા કરે છે, તથાપિ તે ત્રણે ધાણ વિકલ્પરૂપ છે. અને મારા આત્માથી તા બધા વિકલ્પે સર્વદા ભિન્નજ છે. કારણકે, વિકલ્પમાં કોઇ જાતના નિશ્ચય નથી અને માગ ચેતનાસ્વરૂપના તા સ્વભાવમાંજ નિશ્ચય છે, અને ઉપરની ત્રણ ધારા વ્યવહારનય પ્રમાણે પ્રવર્તે છે. આ ઉપરથી મને નિશ્ચય થાય છે કે, હું શુદ્ધ ચેતનાસ્વરૂપી છે, અનંતજ્ઞાનના ધારક છુ. અને મારી પ્રભુતા ત્રણે કાળને વિષે એકરૂપ છે.
પ્રવાસી—વાહ ! ધણજ મજાનું વર્ણન કર્યું. આવી દશાના અનુભવ મારા આત્માને કયારે થશે ? આવી ભાવના ભાવી પ્રવાસીએ પુછ્યું.
પ્રવાસી—મહાનુભાવ, આ પ્રસંગે આપના સુખથી ચેતનાનું સ્વરૂપ સાંભળવાની મારી ઇચ્છા છે, તેા કૃપા કરી તે ઈચ્છા પૂર્ણ કરો.
જ્ઞાનવિલાસ—હું પ્રેમી પ્રવાસી, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ સાં ભળી, તારા આત્મામાં તેનું મનન કરજે. ચેતનાને વિષે સર્વદા અદ્વૈતભાવ રહેલા છે. અને જે દ્વૈતભાવ છે, તે જ્ઞાનને આશ્રીને છે. કારણકે, આત્માના દર્શન ગુણને જો નિરાકાર કહીએ તેા તે ચેતના નિરાકાર થાય છે અને જો આત્માને શુદ્ધ જ્ઞાન ગુણવાળા સારભૂત કહીએ તેા ચેતના સાકાર થાય છે. એ દ્વૈત ભાવ દર્શન તથા જ્ઞાનને આશ્રીને છે. ચેતનામાં નથી; કારણકે, ચેતાના ગુણથી” ચેતનદ્મ છે, તેથી ચેતનદ્રવ્યમાં બન્નેના સમાવેશ થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com