________________
( ર ) વળી જે નિરાકારપણું અને સાકારપણું છે, તે સામાન્યને વિશેષપણથી છે. તે સામાન્યપણું અને વિશેષપણું એ ચેતના દ્રવ્યની સત્તાને વિસ્તાર છે. પ્રવાસીએ પ્રસન્નતાથી જણાવ્યું, મહાનુભાવ, આપે કરેલા સ્પષ્ટીકરણથી મને અતિશય આનંદ ઉદ્દભવે છે, વળી કે મૂઢમતિના કહેવાથી મારા હૃદયમાં શંકા હતી તે પણ આ વખતે તદન નાશ પામી ગઈ છે.
* * * * " જ્ઞાનવિલાસ–ભક તે કેવી શંકા હતી અને કયા મૂઢમતિએ એ શંકા ઉત્પન્ન કરાવી હતી? તે કહે
પ્રવાસી-વૈશેષિક વિગેરે મિથ્યાત્વીઓના મુખેથી સાંભળતાં મને એ શકો ઉત્પન્ન થઈ હતી.
-
જ્ઞાનવિલાસ–તેઓએ કેવી રીતે કહ્યું હતું?
છે. પ્રવાસી–તે મૂઢમતિઓએ કહ્યું હતું કે આત્માને વિષે ચેતન ચિન્હ નથી. અને ચેતનાનું લક્ષણ નથી. આથી મારા મનમાં તે વિષે શંકા રહેતી હતી, તે આજે દૂર થઈ ગઈ છે.
જ્ઞાનવિલાસ–ભક, જે એવા મૂઢમતિ કહે કે, આત્માને વિષે ચેતન ચિન્હ નથી, તો તેમને એટલું જ કહેવું કે, અરે મૂહ, જે આત્માને વિષે ચિતન ચિન્હ ન હોય તે ચેતનાને નાશ થવાથી ત્રણ પ્રકારનો વિકાર ઉત્પન થશે. તે ત્રણ પ્રકારનો વિકાર તે મન, વચન અને કાયાના વિકાર જાણવા; તેથી લક્ષણને નાશ થવાથી વસ્તુની સત્તાને નાશ થશે અને વસ્તુની સત્તાને નાશ થવાથી મૂળરૂપ વસ્તુનો પણ નાશ થઈ જશે, તેથી સિદ્ધ થાય છે કે, જીવને જાણવાને તે એક આધાર ચેતનાને જ છે. તેને માટે એક વિદ્વાન કવિ નીચે પ્રમાણે લખે છે- ' ' .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com