________________
( ૧૧૪ )
यही जोखमुख धा केवळ निकट श्रावै, पूरन समाधि है पूरनके परचै; यो निरदार याहि करनो न कब और, ऐसो विश्वनाथ ताहि बानारसी अरचै." ॥ १ ॥
આ ધ્વનિ સાંભળી પ્રવાસીએ આમ તેમ દશે દિશામાં જોવા માંડયું, પણ તે બિનનું કારણ ક્યાંઇ જોવામાં આવ્યું નહીં, તથાપિ તે અધિકારી મુસાર કવિતા ઉપરથી સમજી ગયો કે, આ કવિતાના ઉદ્દગાર અદૃશ્ય છે, પણ તેનો અર્થ એવું સૂચવે છે કે, “આ ભૂમિકાના પ્રવેશમાં જ્ઞાનના વિલાસ પ્રાપ્ત થશે અને મારા આત્મામાં અનુપમ આનદ સપાદિત થશે.
'
આ પ્રમાણે પ્રવાસી વિચાર કરતા હતા, ત્યાં બીજો ધ્વનિ પ્રગઢ થયા અને તેમાં નીચે પ્રમાણે વ્યાખ્યાવાણી સાંભળવામાં આવી; જેમ કોઇ ધાતુપરીક્ષક પુરૂષ મુદ્રાપ્રમુખ દ્રવ્યને મુલાકની આર વર્લ્ડ પરીક્ષા કરી “ આ સારી ધાતુ છે કે નઠારી ધાતુ છે” એવી પરીક્ષા કરે છે, તેવી રીતે જ્ઞાની જીવ ભેદજ્ઞાનરૂપી આર વડે આત્મા તથા કર્મએ બન્નેને જુદા કરે છે અને બન્નેને જુદા જુદા ચર્ચે છે. તેમાં આત્મિક ધારાને વિષે અનુભવના અભ્યાસ ધારણ કરી શુદ્ધ સમાધિનું ગ્રહણ કરે છે અને કર્મજાળને જીદી જાણી તેની સત્તા જે કર્મરૂપી ખજાનો છે, તેને વિખેરી નાખે છે, ત્યાં તેને નિર્દેશ થાય છે. એવી રીતે ક્ષેપકશ્રેણીને લીધે માક્ષનું સુખ ઢાડયું આવે છે અને કેવળજ્ઞાન નજીક આવે છે, તે પ્રસંગે પૂર્ણ આત્મસ્વરૂપના પશ્ચિયથી પૂર્ણ સમાધિ પ્રાપ્ત થાય છે અને આ ભવભ્રમણની દ્વાર તુટી જાય છે એટલે બીજુ કાંઈ કૃત્ય કરવાનું બાકી રહેતું નથી, તેવા જ્ઞાની પુરૂષ આ વિશ્વનો નાશ થાય છે. તેને કવિ વંદના કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com