________________
( ૨૦ ) તું તારે પ્રવાસ આગળ ચલાવજે, આ ભૂમિકામાં સુમતિના વિલાસ વિના આગળ પ્રયાણ થઈ શકતું નથી
પ્રવાસી–મહાશય, કૃપા કરી સુમતિને વિલાસ સંભળાવ
જ્ઞાનવિલાસ–સાવધાન થઈને સાંભળ. સુમતિને વિલાસ સર્વમાં ઉત્કૃષ્ટ છે. તે ધર્મરૂપ ફળને ધારણ કરે છે, કર્મરૂપ મળને હરે છે, મન, વચન અને કાયાના બળને ક્રિયામાં સમર્પણ કરે છે. તે જીભના સ્વાદ વિના શીતળ ભજન કરે છે, અપરિમિત જ્ઞાનાદિક ધનને ચિત્તરૂપ દર્પણવડે જુવે છે, જીવન શુદ્ધ સ્વરૂપને જણાવે છે, મિથ્યાવરૂપનગરને દહન કરે છે, અંતરમાં ગુરૂ વાયને રહણ કરે છે, હૃદયમાં સ્થિરતા રાખે છે, જગતને હિતકારી થાય છે, અને મોક્ષ ગતિને ચાહે છે.
ભદ્ર, આવો સુમતિને વિલાસ ગ્રહણ કરી પછી તારે એક ચવસ્ત રાજાને પ્રણામ કરે એ રાજાનું સ્વરૂપ જાણું તારા ઉદયને પૂર્ણ સતિષ પ્રાપ્ત થશે.
પ્રવાસી—એ ચક્રવર્તી રાજાકેણ છે? અને તેને સમાગમ ક્યાં અને ક્યારે થશે?
જ્ઞાનવિલાસને ચક્રવર્તી રાજા તારીજ પાસે છે. ' પ્રવાસી-મારી પાસે કયાં છે? હું કેમ જોઇ શકતા નથી?
જ્ઞાનવિલાસ–એતારી દષ્ટિગોચર થાય તેમ નથી તેને વાતો તારા ઘટમાં છે.
પ્રવાસી–એ કેવી રીતે છે? તે મને કૃપા કરી સમજાવે વળી તે ચક્રવર્તી રાજા શી રીતે છે? તેણે ક્યા ક્યા ખંડ સાધ્યા છે? તેની સમૃદ્ધિ કેવી રીતે અદશ્ય રહી છે અને ચાર રનની પ્રાપ્તિ તેને કેવી રીતે થઈ છે? ઇત્યાદિ બધો વિષય મનેયથાર્થ રીતે સમજાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com