________________
( ૯ )
सवैया. "ज्ञानी नेदझानसो विशेडी पुद्गल कर्म,
आतमासे धर्मसों निरालो करी मानतो; ताको मूल कारन अशुद्ध राग नाव ताके, नासिवेको शुद्ध अनुनौ अज्यास नतो; याही अनुक्रम पररूप जिन्न बंध त्यागी,
आपुमांहि अपनो सुनान गहि आनतो; साधी शिवचाल निरबंध होतु तिहूकाल, केवल विनोक पाई बोकालोक जानतो." ॥ १ ॥
આ કવિતાને ભાવાર્થ એ છે કે, “જ્ઞાતા જીવ આત્મિક ધર્મથી પુદગલિક ધર્મને જુદે જાણે છે. તે પુદગલ ધર્મનું મૂળ કારણ અશુદ્ધ રાગ દ્વેષાદિક ભાવ છે એમ જાણું તેને નાશ કરવાને તે શુદ્ધ અનુભવને અભ્યાસ રાખે છે. એવી રીતે અનુક્રમે પ્રથમ સુદષ્ટિથી શરીરના રૂપને ભિન્ન કરી અનુક્રમે પૂર્વ સંબંધથી અનાદિ કર્મના બંધને ત્યાગ કરી તે જ્ઞાનાદિક સ્વભાવ ગ્રહણ કરે છે. એવી રીતે શાતા જીવ શિવપદની સાધના કરી ત્રણે કાળ નિબંધ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લેકાલેકને ગાતા થાય છે.”
જ્ઞાનચેતનાનાં આ વચન સાંભળી પ્રવાસીના હદયમાં અવર્ણનીય આનંદ ઉત્પન્ન થઇ આવે. તેણે પ્રેમથી ચેતનાના ચર ણમાં પ્રણામ કર્યો અને પ્રેમાશ્રુ લાવી કહ્યું, “જગન્માતા, મને આપે પૂર્ણ કૃતાર્થ કર્યો છે. આપ હવે મને અંતરની આશીષ આપી મારા આત્માને શાતાજીવ બનાવે, જેથી હું મારા જીવનને સુમાર્ગને સારી રીતે સુધારી શકે.”
T.-૨૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com