________________
( ૫ ). જ્ઞાનચેતનાએ ઉમંગથી કહ્યું, હે પ્રેમી પ્રવાસી, આ કવિતા અને તેનું વ્યાખ્યાન એક ચિત્તે શ્રવણ કરજે –“મન એ એવું ચચળ છે કે જે ક્ષણમાં પ્રવીણ થાય છે, ક્ષણમાં માયાને વિષે લીન થાય છે, ક્ષણમાં દીન થાય છે, ક્ષણમાં ઇંદ્રના જેવું બને છે, ક્ષણમાં દેહધામ કરે છે, ક્ષણમાં અનંત રૂપ ધરે છે, જેમ દહીંને વલેતાં કેલાહલ થાય છે, તે કેલાહલ મન ક્ષણમાં કરે છે તે નટની જેમ ઘટીયંત્રની માળાની જેમ અને નદીના વમળની જેમ ઘુમ્યા કરે છે, તેમજ કુંભારના ચક્રની જેમ ફર્યા કરે છે–આવું સદા ભ્રામક સ્વભાવવાળું મન કેમ સ્થિર થાય તે જાતે ચંચળ અને અનાદિ કાળથી વક ગતિએ ચાલનારું છે.”
એ મન હમેશાં દોડતું ફરે છે, પણ કેઈ ઠેકાણે તેને સાચું સુખ મળતું નથી. સમાધિ સુખથી વિમુખ થયેલું એ મને દુઃખરૂપ કુપવાસમાં વસે છે. એટલે તે ધર્મનું ઘાતી બને છે. અને અધર્મનું સંધાતી બને છે. એ મનની દશા જેમ કેઈ પુરૂષને સનેપાત થયે હેય તેના જેવી છે, તેહ તથા વંચનાને ગ્રહણ કરી કાયાના મેહુથી મગ્ન રહે છે તે કટકની ભીડમાં આવેલા સસલાની જેમ શ્રમજાળમાં ભુલ્લુંજ ફરે છે એથી મનવજાના છેડાના જેવું ચપળ છે. તે મને જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ ગમન કરનારું થાય છે."
હે ભદ્ર, આવા ચંચળ મનને સ્થિર કરવાને માટે તેજ કવિએ એક સંક્ષિત કવિતા લખેલી છે –
दोहरा. "जो मन विषय कषायमें, वरते चंचन सोड; जो मन ध्यान विचारसों, रूके मु अविचल हो." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com