________________
( ૧૮ ) પ્રવાસી–મેં એક વખતે કઈ વિદ્વાન પાસેથી સાંભળ્યું હતું કે પુરૂષાર્થના ચાર અંગ ગણાય છે, તો તે કયા ચાર અગી તે મને વિવેચન કરી સમજાવે. - જ્ઞાનચેતના–ભક, એ અંગના નામ તે જગતમાં પ્રખ્યાત છે, પણ તે વિષે સમજણ ફેરને લઈને જુદી જુદી કલ્પના થઈ છે, તે તારે સાંભળવા જેવી છે. અને તેમાં સત્ય શું છે તે પણ મનન કરવા યોગ્ય છે—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થના અંગ ગણાય છે. તેમાં અજ્ઞાની લોકે પિતાની બુદ્ધિની કલ્પનાથી જુદા જુદા મત ધરાવે છે. જે અજ્ઞાની મૂર્ખ મતિ છે, તે પિતાના કુળના આચારને ધર્મ કહે છે, તેનું રૂપું ઝવેરાત વગેરેને અર્થ કહે છે, લેગ સંગને કામ કહે છે અને ઈબ્રાદિકના સ્થાનકને મેક્ષ કહે છે. પણ તે કેવળ તેમની અજ્ઞાતાને વિલાસ છે. ખરેખર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જુદાજ છે.
પ્રવાસી–મહાનુભાવા, હું પણ એમ જ સમજાતે હતે હવે કૃપા કરી આપ તે ચારે અંગનું યથાર્થ સ્વરૂપ સમજાવે
જ્ઞાનચેતના–હે પ્રિયાત્મા, હું તને એ ચારે અંગનું વિવેચન કરી સમજાવું, તેને તું એક ચિત્તે સાંભળજે.
વસ્તુ–પદાર્થ જે સ્વભાવ તે ધર્મ કહેવાય છે. આ જગ તમાં જે ષટદ્રવ્ય છે, તે અથે કહેવાય છે. ચિત્તને અભિલાષ તે કામ કહેવાય છે અને બંધને અભાવ તે મેક્ષ કહેવાય છે. આ પર માણે પુરૂષાર્થના ચાર અંગનું સ્વરૂપ જૈન આગમમાં દર્શાવેલું છે. તે છતાં અજ્ઞાની છે તેને પિતાની મતિની કલ્પનાથી જુદી રીતે માને છે, એજ તેમના મિથ્યાત્વને મહિમા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com