________________
( ૧૯૨ )
દીધા અને ક્ષણવાર આત્મસ્વરૂપનું ધ્યાન કરી તેણે નમ્રતાથી જણાવ્યું, મહાનુભાવા, આપના મુખથી આત્માના શુદ્ધ લક્ષણની ચાલુ સાંભળી મને પ્રમાનંદ પ્રાપ્ત થયા છે. તે સાથે એક બીજો વિચાર પણ પ્રગટ થયા છે કે, મિથ્યાત્વીએ આવા આત્મસ્વરૂપને જુદી રીતે વર્ણવે છે, એ કેવા મૂર્ખ ગણાય? તેઓ દેહના પ્રમાણ જેવા આત્માને અ‘શુષ્ટપ્રમાણ, અણુપ્રમાણ વગેરે જુદા જુદા રૂપ કલ્પનાથી કહે છે. વળી સર્વ પ્રાણી માત્રનેા એકજ આત્મા છે, એવું જણાવે છે.
જ્ઞાનચેતનાએ કહ્યું, ભદ્ર, એનું નામજ અજ્ઞતા કહેવાય છે. જ્યાંસુધી હૃદયમાં અજ્ઞતા રહેલી હાય, ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું ભાન થતું નથી.
પ્રવાસી બાલ્યા—હૈ વિન્ધજનનિ, જેવી રીતે આપે આ આત્મસ્વરૂપનું વર્ણન કહી સભળાવ્યું તેવી રીતે હુવે દેહુના સ્વરૂપનું વર્ણન કરી બતાવે એટલે મેટો ઉપકાર થાય. કારણકે, દેહુનુ સ્વરૂપ જાણ્યા વિના વૈરાગ્ય ભાવના પ્રગટ થતી નથી. પ્રવાસીના આ વચન શ્રવણ કરી જ્ઞાનચેતનાએ કહ્યુ, ભદ્ર, ૬હના પિંડ કર્મથી અંધાય છે, તેથી જો તેનું યથાર્થ સ્વરૂપ જાણવુ હાય તા આ કચેતનાને પ્રાથના કર
પછી પ્રવાસીએ કચેતનાને નમ્રતાથી જણાવ્યું, હું દયાળુ દેવી, આપ પરોપકારી છે. તેથી કૃપા કરી મને આ દેહના સ્વરૂપનું’ યથાર્થ ભાન કરાવેા.
કુચેતનાએ કહ્યું, ભાઈ પ્રવાસી, આ મારા પ્રિય વ્હેન જ્ઞાનચેતના દેહના સ્વરૂપને સારી રીતે જાણે છે; કાણુકે તેમના વિના જરૂપ દેહુ તદ્દન નકામા થઈ જાય છે. દેઢુના મહિમા, દેહનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com