________________
( ૧૮૯ ) શ્રાવ દશાને ધારણ કરે તેજ મિથ્યાત્વી કહેવાય છે. એવા મિથ્યાત્વી પુરૂષે આ સંસારને વિષે વિકલ થઈ અનંત વિલાપ કરે છે”
હે પ્રવાસી, એવા મિથ્યાત્વીએ આ સંસારમાં જેવા દુઃખી થાય છે, તેવા બીજા કે દુ:ખી થતા નથી. તેમનું જીવન વ્યર્થ રીત ચાલ્યું જાય છે, તે છતાં તેમના હૃદયમાં તે વિચાર આવતા નથી. સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીમાં અંજલિમાં ગ્રહણ કરેલા જળની જેમ આયુષ્ય ઘટતું જાય છે. કાળ ક્ષણે ક્ષણે શરીરને સે છે. અને શસ્ત્રની જેમ તે શરીરને કાપ્યા કરે છે, તે છતાં મિથ્યાત્વી અજ્ઞજન પરમાર્થને શેધતિ નથીતે પિતાના સ્વાર્થને માટે ભ્રમના ભારને ખેંચ્યા કરે છે. તેમજ તે કામ ક્રોધાદિક પરવસ્તુની સાથે લગ્ન થઈ રહે છે અને વિષય રસને ભેગવતાં જરાપણ હઠતો નથી. લેણ ખબુતરની પડે તે મૂઢ પ્રાણી અનાદિ કાળના કર્મબંધના પેચ પાડી અવળે માર્ગે ચાલે છે, પણ કઈ રીતે સવળે માર્ગે ચાલતા નથી, અલ્પ બુદ્ધિવાળે મૂઢ પ્રાણી જેનું ફળ કેવળ દુઃખજ છે એવા વિષય ભગવડે જે કાંઇક શાતા ઉપજે, તેને મુખ માને છે. જેમ મધથી લપેટેલી તરવારની ધારને કઈ મધના સ્વાદથી ચાટવા જતાં તેની જીભ છેદી જાય, ત્યારે તેને બહુ દુખ થાય, તેવી રીતે મૂર્ણ પ્રાણી પિતાની જ્ઞાનાદિક સંપત્તિને કદિ ઓળખત નથી, પણ પરવસ્તુને રાત્રિ દિવસ પિતાની માની રહ્યા છે. છેવટે એ જુઠી મમતાવડે કજીના પાણીના સ્પર્શથી જેમ દૂધ ફાટી જાય, તેમ તે મમતાથી તેને પરમાર્થ વિનષ્ટ થઈ જાય છે. હે પ્રવાસી, એવા મૂઢમતિ પુરૂપિ ઉભયલેક ભ્રષ્ટ થઈ દુઃખી થાય છે અને તેમની વિષયરાગની દેશા વિનાશ નહીં પામવાથી, તેઓ અધમ અવસ્થામાં આવી પડે છે,
પ્રવાસીએ—સાન થઈ કહ્યું, મહાનુભાવ, આપનું કહેવું યથાર્થ છે. એવા અજ્ઞાની જીવની દશા ધણીનહારી થાય છે. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com