________________
( ૧૭ ) जहां साधुगुण देखे तिन्ह को लगावे दोष, I m #g હુનનો દ્વિ મસીન હૈ” છે ?
આને ભાવાર્થ એ છે કે, “અધમાધમ પુરૂષનું હદય એવું મલિન હેય છે, કે તે સરલચિત્તવાળાને મૂર્ખ કહે છે, વક્તાને ધીક કહે છે, વિનય કરનારને ધનને અધિન કરાવે છે, ક્ષમાવાનને નિબળ કહે છે, દિને દમન કરનારને અદાતા કહે છે, મધુર ભાવીને દીન-ગરીબ કહે છે, ધર્મીને દંભી કહે છે, નિઃસ્પૃહીને અહંકારી કહે છે, તૃષ્ણ છોડનારને ભાગ્યહીન કહે છે અને જ્યાં સરળતા વગેરે ગુણ દેખે છે, ત્યાં દૂષણ લગાડે છે. આવા દુર્જનને અધમાધમ પુરૂષની પ્રકૃતિ જાણવી.” - જ્ઞાનચેતનાના મુખથી આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળી પ્રવાસી સંતુષ્ટ હૃદયે બે મહા માતા, આપની વાણીએ મને મારા પ્રવાસમાં મેટે લાભ આપે છે. ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ પુરૂષોના લક્ષણે જાણવાથી મારી માનસિક સ્થિતિની માટી સુધારણા થઈ ગઈ છે. હમેશાં ઉત્તમ પુરૂષના રાગી થવું, મધ્યમ પુરૂષ તરફ ઉદાસી રહેવું અને અધમ તથા અધમાધમ પુરૂષથી દૂર રહેવું, એ ઉત્તમ શિક્ષણ મને પ્રાપ્ત થયું છે. એ શિ. ક્ષણથી મારા હૃદયનું દ્વાર ઉઘડી ગયું છે, અને મારી મવૃત્તિ ઉષ્ય ભૂમિકામાં આરૂઢ થઈ છે.
જ્ઞાનચેતના બેલી–ભદ્ર, તારા જેવા અધિકારીને માટે સર્વ આગમ ઉપયોગી છે. તારા જેવા ઉત્તમ અધિકારી આગળ જે કહીએ, તે સર્વ રીતે સાર્થક થાય છે. તે પ્રેમી પુરૂષ, આ જે ભૂમિકામાં તું આવ્યો છું, તે ભૂમિકા બંધતત્તવની છે, અને બંધનું સ્વરૂપ મિથ્યાત્વને અવલબીન રહેલું છે, તેથી આ ભૂમિકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com