________________
( ૧૭૪ ) . માફક પ્રસરી રહી છે, તે ચેતના પરમાત્માની કળાના પ્રકાશમાં તથા મેહવિલાસમાં અને તરફ ગુપચુપ રહેલી છે. એ ચેતના બે તરફ પ્રવેશ કરે છે, એ વાત બુદ્ધિથી ગ્રાહ્ય થાય છે, વચનથી ગ્રાહ્ય થતી નથી. જેમ જળના તરંગ જળમાં ગુખ્ય છે તેમ ચેતના બને તરફ ગુખ્ય છે.”
આ પ્રમાણે સ્વત: વ્યાખ્યાન કરી પ્રવાસી તે બને શક્તિ એની સામે ઉભા રહો ત્યાં જ્ઞાન ચેતનાએ હાસ્ય કરીને કહ્યું, ભ, તારી બુદ્ધિની નિર્મળતા જોઈ અમારું હૃદય સંતુષ્ટ થાય છે. આ આઠમી ભૂમિકા તારા દયના અંતર્ધારને ઉધાડશે. આ સ્થળે સર્વ પ્રાણુઓને બંધન કરનાર બંધ તત્તવનું વિવેચન થક, તે તું તારા હૃદયમાં સ્થાપિત કરજે.
રાન ચેતનાનાં આવાં વચન સાંભળી પ્રવાસીએ પ્રશ્ન કર્યો, મહાદેવી, આપ કૃપા કરી બંધતત્વને વિવેચન કરી સમજાવો. બંધનવને સમજવા માટે જ આ ભૂમિમાં મારે પ્રવાસ છે.
જ્ઞાન ચેતનાએ કહ્યું, પ્રિય પ્રવાસી, ત્યારે બંધનું સ્વરૂપ સાંભળ, જીવને રાગ, દ્વેપ અને મેહથી અશુદ્ધ ઉપગવડે બંધ થાય છે. એ વાત મુખ્ય યાદ રાખવાની છે, તે શિવાય બીજી રીતે જીવને બંધ થતા નથી, જે કઈ એમ કહે કે, કર્મ જાલવણથી જીવને બંધ થાય છે, તો તે વાત બેટી છે. કર્મની વણાએ જીવના બંધને હેતુ નથી, તેમજ મન, વચન અને કાયાના પેગથી પણ જીવને બંધ થતો નથી. ચેતન અચેતનની હિંસાથી પણ જીવને બંધ થતું નથી, અને પંચેન્દ્રિયના વિષયેથી પણ જીવને બંધ થતું નથી. તેમાં વળી સિદ્ધના જીવ તો કર્મ વર્ગણાથી બંધાતા નથી એ વાત તે સિદ્ધાંતમાં જણાવી છે, અને જે જિનેધર દેવ છે, તે ત્રણે પેગમાં બંધરહિત છે. જે સાધુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com