________________
( ૧૫ ) મહેપારી મહાશય, મારા આ તસ્વભમિના પ્રવાસમાં આપને પ્રસંગ મને વિશેષ લાભકારી થયે છે, અને તે લાભકારી થાય તેમાં પણ આશ્ચર્ય નથી, કારણ કે, જેને આપનું સ્વરૂપ (સમ્યગ્ર જ્ઞાન) પ્રાપ્ત થાય, તેવા જ્ઞાનીને પછી શી ન્યૂનતા રહે? પ્રાચીન કાળથી જૈન તીર્થકરે, ગણધેરે, અને બીજા રિવરે આપની ઉપાસના કરવા માટે યાજજીવ સુધી ભગીરથ પ્રયત્ન કરતા હતા. ભારતવર્ષની જૈન ભવિપ્રજા સભ્ય જ્ઞાનને માટે સર્વદા ઉત્સુક છે. આપના જેવા મહાત્માના દર્શન થવાથી હું મારા આત્માને પુણ્યને પ્રભાવક અને ભાગ્યને નિધાન સમજું છું,
સમ્યગ જ્ઞાને અંગમાં આનંદ લાવી જણાવ્યું, ભદ્ર, હવે આ સાતમી ભૂમિકાના પ્રવાસમાં તને જે લાભ મળે જોઈએ તે મળી ચુકી છે. હવે આ જ્ઞાનદીપકનાં દર્શન કરી તારા આત્માને આનંદિત કર.
આ પ્રમાણે સમ્યગ જ્ઞાન અને પ્રવાસી વાતચિત કરતા હતા, ત્યાં તે જ્ઞાનદીપક અદ્રશ્ય થઈ ગયું અને તેની પછી શ્રેણીબંધ આઠ પૂર્ણકુંભ જેવામાં આવ્યા. દરેક પૂર્ણકુંભ ઉપર જાતિના તારા ચળકતા હતા, અને તે તારાની અંદર શાંત તેજ પ્રકાશનું હતું,
આ દેખાવ જોઈ પ્રવાસી આશ્ચર્ય મગ્ન થતા હતા. તેવામાં નીચે પ્રમાણે એક મધુર કવિતા સાંભળવામાં આવી –
" जो यरगुन त्यागंत शुफ निजगुन गहंत धुव, . . . विमळ झान अंकुर जामु घटमहिं प्रकास हुवः . जो पूरवकृत कर्म निर्जराधार वहावत, ... .... जो नवंबंधनिरोध मोक्षमारग मुख धावत; . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com