________________
( 18 ) સમ્યગ દર્શન–પ્રવાસી, સાંભળી
વેદના એ શબ્દનો અર્થ જાણવું થાય છે. વેદનારે એટલે જાણનારે તે જીવ છે, સાની જીવ જ્યારે વેદનાવાળે થાય ત્યારે તે વિચારે છે કે, “જીવેએ જ્ઞાનરૂપવેદન જે અલંગરૂપ છે, તેને મારું અંગ છે અને કર્મવેદના જે મારી નથી તેને માટે શામાટે અસકરજોઇએ? એ કર્મરૂપ વેદનાના બે પ્રકાર છે, એક સુખમય વેદના અને બીજી દુઃખમય વેદના એ બને વેદના મેહના વિકાર છે, અને તે પુક્રલાકાર છે, તેથી તેની છાયા અંતરંગ નથી, પણ બાહરૂપ છે, આ વિચાર કરનાર મહા જ્ઞાની પુરૂષને વેદનાને ભય લાગતો નથી.
પ્રવાસી–મહાનુભાવ, આપના વચન યથાર્થ છે. એવા સુવિચાર કરનારા વિવેકી પુરૂષને વેદનાને ભય લેશમાત્ર પણ લાગે ન જોઈએ. હવે અનારક્ષા ભય શી રીતે દૂર થાય? તે વાત કૃપા કરી દર્શાવે.
સમ્યગ દર્શન–ભદ્ર, જ્ઞાની પુરૂષ અનરક્ષા ભય દૂર કરવાને આ પ્રમાણે વિચારે છે, “આ જગતમાં આત્મદ્રવ્યના જેવું બીજું કઈ સત્તાવાળું દ્રવ્ય નથી. ત્રણે કાળને વિષે તે દ્રવ્યને વિનાશ થતો નથી. આવું નિશ્ચયનયથી જાણેલું સહજ સ્વરૂપ જે મારું આત્મદ્રવ્ય છે, તેને કોઈની સહાયની અપેક્ષા નથી, તેને કઈ રક્ષક નથી તેમ તેને બીજે કઇ ભક્ષક નથી.” આ સુવિચાર કરવાથી અનરક્ષા ભય નાશ પામી જાય છે. જ્ઞાની પુરૂષ અનરક્ષા ભયથી નિઃશંક થઈ પિતાના નિષ્કલંક જ્ઞાન સ્વરૂપને સર્વદા નિરખે છે.
પ્રવાસી–ધન્ય છે, એવા સુવિચારને અને તેવા સુવિચાર કરનાર સાનને તેવા સમર્થ જ્ઞાનીનરને અનરક્ષા ભય એને લાગે? મહાત્મા, હવે અનગુપ્ત ભયને મહા મંત્ર સમજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com