________________
( ૧૬ ) ભય, ચાર તથા શત્રુને ભય તે અનગુપ્ત ભય, અને અણચિંતવ્યું શું થશે? એ જે ભય તે અકસ્માત ભય કહેવાય છે.
પ્રવાસી પ્રસન્ન થઈને બોલ્યો-વાહ! મહાત્મન વાહ! એ સાતનું વિવેચન સાંભળી મને ઘણું બધ પ્રાપ્ત થ છે, તથાપિ મારું હૃદય તે વિશેની જિજ્ઞાસાથી આતુર થાય છે.
સમ્યમ્ જ્ઞાન–ભદ્રશી જિજ્ઞાસા થાય છે? તે જણાવ,
પ્રવાસી—આપે જે સાત પ્રકારના ભય કહ્યા તે સાંભળી મારું હૃદય કંપાયમાન થાય છે. હવે એ દરેક ભયમાંથી મુક્ત થવાને શે ઉપાય હશે? તેને માટે મને ભારે જિજ્ઞાસા ઉપન્ન થઇ છે.
સમ્યગ જ્ઞાન–પ્રિય મિત્ર, તે દરેક ભય નિવારણ કરવાના ઉપાયરૂપે દરેકને એક એક મંત્ર છે.
પ્રવાસી–મહાનુભાવ, કૃપા કરી તે દરેક ભયને માત્ર મને સંભળાવે,
સમ્યગ જ્ઞાન– તે દરેક મંત્ર કવિતારૂપે છે. હું તને તે કવિતાને ભાવાર્થ સમજાવું, તે સાંભળ–“જે પુરૂષ પગના નખથી તે માથાની શિખા સુધી શરીર પ્રમાણે આત્માના જ્ઞાનગુણને જેવે એટલે નખ શિખ સહિત જ્ઞાનમય આત્માનું અંગ અભંગ રહે છે અને તેની સાથે જે પુદગળ છે, તે પરિદ્રવ્ય પરવસ્તુ છે. આ સર્વ સંસારક્ષણ ભંગુર છે, તેને વિષે રહેલે વૈભવ પરિવારરૂપ ભાર પણ ક્ષણભંગુર છે. જેની ઉત્પતિ તેને નાશ થાય છે અને જેને સંગ તેને વિગ થાય છે. આ પ્રમાણે જે ચિંતવે તેને આ લેકને ભય લાગતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com