________________
સમ્યગ જ્ઞાન-મિત્ર પ્રવાસી, એ તે સુગમ છે. જ્ઞાની પુરૂષ એવો વિચાર કરે છે, જે પરમ સ્વરૂપ કહેવાય છે; જે માન સન્માનથી પ્રત્યક્ષ છે, ચિન્મય જેનું લક્ષણ છે, જેના સ્વરૂપમાં પર સ્વરૂપને પ્રવેશ થઈ શકતો નથી, જે પૃથ્વીમાં અગમ્ય અને અખંડિત છે, તેવા મારા અનુપમ રૂપને કેઈએ કરેલું નથી. તે સનાતન છે. એ સ્વરૂપ મારું પ્રમાણુરહિત અખૂટ ધન છે. તેને ચાર કેમ હરી શકે ? તે કેઈનથી હરી શકાય તેવું નથી. આવું ચિંતવન કરનાર જ્ઞાનીને અનગુમ ભયની શંકા થતી નથી, તે અનગુપ્ત ભયથી નિશંક થઈ પિતાના નિષ્કલંક જ્ઞાન સ્વરૂપને સર્વદા નિરખે છે.
પ્રવાસી મહાનુભાવ, આપના મુખના આ વચનરૂપ કિર - રિણાએ મારા હૃદયાંધકારને દૂર કરી દીધું છે. હવે અકસ્માત ભયનું નિવારણ કેવી રીતે થાય છે? તે મંત્રનું વિવરણ કરે - સભ્ય દર્શન–પ્રિય મુસાફરો અકસ્માત ભયએ અચાનક આવી પડનારે ભય છે, તેને માટે જ્ઞાની પુરપ એવો વિચાર. કરે છે કે, “જે વસ્તુ શુદ્ધ છે, જ્ઞાનમય છે, અવિરેધી છે, સિદ્ધ સમાન રદ્ધિવાળું છે, અલક્ષ્ય છે, અનાદિ તથા અનંત છે, અતુળ છે, અવિચળ છે, જ્ઞાન વિલાસથી પ્રકાશિત છે, અવસ્થા ભેદ રહિત છે, સમાધિ સુખનું સ્થાન છે, અને કેઈ વિજાતીયથી અપ્રાપ્ય છે. એવી શુદ્ધ વસ્તુને અકસ્માત ભય ઉપજતો નથી આ વિચાર કરનાર જ્ઞાનધારીને અકસ્માત ભય શેને લાગે?
પ્રવાસી–મહાનુભાવ, પૂર્ણ કૃતાર્થ થશે છું, આપે જે સાતે ભયનું ખ્યાન આપ્યું, તેણે મારાં અંતરનાં દ્વાર ઉઘાડી દીધાં છે. હું ચિદાનંદ સ્વરૂપની નજીક આવ્યો છું. આપે દર્શાવેલા સાત ભયના સાત મે મારા આત્માના ઉદ્ધારક થયા છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com