________________
( ૧૩૧ )
પ્રિય પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ તાગ સમજવામાં આભ્યા હશે. તથાપિ તેની વ્યાખ્યા એક ચિત્તે સાંભળ.
“જેમ કોઇ રાજા કોતુથી ગમે તેવું નીચ-હલકુ કામ કરે, તોપણ તે ક્રિયા કરવાને લીધે તે કેતુકી કહેવાય, પણ તેને કોઇ રંક કહેશે નહીં. જેમ કોઈ વ્યભિચારિણી શ્રી જો કે પોતાના પતિની સાથે રહેતી હોય, પણ તે પતિમાં લુબ્ધ હેાતી નથી. તેણીના ચિત્તમાં તા વ્યભિચારનાજ વિચાર થાય છે અને તેથી તે પેાતાના ચાને મળવા આતુર રહે છે. જેમ કેઇ ધાવમાતા પારકા બાળકને ધવરાવે, રમાડે અને લાલનપાલન કરે તેમજ તેને પોતાના ખાળામાં એસારે-એવી ક્રિયા તા કરે પણ તે મનમાં જાણે છે કે, ‘આ બાળક મારૂં નથી પારકું છે” તેવી રીતે સમ્યગ્ જ્ઞાની પુરૂષ વિવિધ પ્રકારની ક્રિયા કરે, પણ તે એ ક્રિયાને પુગળરૂપ જાણે છે, અને તેને પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે, એથી તેને અધનનું કલંક લાગતું નથી. શક્તિના મુખથી આ વ્યાખ્યાન સાંભળી જૈન પ્રવાસીના હૃદયમાં આનંદનો ઉભરો આવી ગયા. તેણે તે ઊભરાના આવેશમાં કહ્યું, હું ઉપકરણી માતા, તમારી આ કવિતાએ મારા હૃદયમાં ભારે અસર કરી છે, અહા! સમ્યગ્ જ્ઞાનના કેવા ઉત્કૃષ્ટ મહિમા છે!! જે જ્ઞાનના પ્રભાવથી ભવિ પ્રાણીના હૃદયમાં કેવો સમરસ પ્રાપ્ત થાય છે. આ વખતે મને મહારાજા શ્રેણિક અને ચક્રવર્તી ભરતનું સ્મરણ થાય છે, તે મહાનુભાવની તેવીજ વૃત્તિ હતી. સર્વ ક્રિયા કરતાં છતાં પણ તે સર્વદા નિર્લેપપણે રહેતા હતા. હું તેવી ઉત્તમ સ્થિતિમાં યારે પ્રાપ્ત થશ? આ જગમાં સભ્યજ્ઞાનના પ્રકાશ એ ખરેખરે પ્રકાશ છે, જ્યાં સુધી સમ્યગ્ જ્ઞાનના પૂર્ણ પ્રકાશ થયા ન હોય, ત્યાંસુધી હૃદયનુ અધકાર દૂર થતું નથી. મહાદેવી, આપે આપેલાં દૃષ્ટાંતા માણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com