________________
( ૧૫૮ ) છે. જ્ઞાની કદિ પણ વિષય સુખમાં મગ્ન રહેતો નથીસાન અને વિરાગ્ય અને મળીને મેક્ષને સાધે છે. મેક્ષના મહા માર્ગમાં મુસાફરી કરવી હોય તે જ્ઞાન તથા વૈરાગ્ય રૂપી બે ચકની ગાડીમાં બેસવું જોઈએ. હે ભક, વળી મૂઠ પુરૂષ કર્મને કર્તા બને છે, કારણ કે, તે ક્રિયાના ફળને અભિલાષ ધરે છે અને ફળ તરફ જોઈ રહે છે અને જે જ્ઞાની હોય તે ક્રિયા કરે પણ ફળની અભિલાષા રાખતા નથી, તેથી જ્ઞાનીને કર્મને લેપ લાગતું નથી. પણ તેને ઉલટી બમણી નિર્જરા થાય છે. હે ભદ્ર, જેમ રેશમને કી પિતાના શરીરના પ્રેમથી પોતાની લાળથી પતિજ બંધાય છે, તેમ મૂઢ જીવ કર્મને વિષે બંધાઇ રહે છે. અને જ્ઞાની કર્મ અને આત્માના સ્વરૂપને ઓળખી કર્મના જાળમાં બંધાતું નથી.
પ્રવાસીઓ વચમાં પ્રશ્ન કર્યા–મહાનુભાવ, કદિ જ્ઞાની જીવને દુખ ઉપજે તો તેના હૃદયમાં દુ:ખની અસર થાય કે નહીં ?
સમ્યગજ્ઞાને ઉલટથી ઉત્તર આપે ભદ્ર, જ્ઞાની જીવ પૂર્વના શુભ કર્મના ઉદયથી સુખ ભેગવે તે પણ તેમાં ઉદાસ રહે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી દુખ ઉપજે તથાપિ તે વિલાપ કરતું નથી. અરતિને વિભાગ કરે નહીં અને અંતરમાં ચિંતા રાખે નહીં, પણ તે શરીરના સંતાપને સહન કરે છે. જે ધર્મવિરની પાસે આત્મજ્ઞાનની સામગ્રી છે; તે ક્રિયા કરે પણ ફળની ઇચ્છા રાખતા નથી. તે પુરૂષ ઉત્કૃષ્ટ જ્ઞાની કહેવાય છે, તે શાની કર્મ કરે તે પણ તેને કર્મને કર્તિ કેણ કહી શકે?
પ્રવાસી પ્રસન્ન થઈને બો –મહાનુભાવ, વાહ! ધન્ય છે એવા જ્ઞાની નરને હવે કૃપા કરી તેવા જ્ઞાનીના સ્વભાવની વ્યવસ્થા કહી સંભળાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com