________________
( ૧૫૬ ) . આ પ્રકાશમાન થયેલે દીપક તે જ્ઞાનદીપક છે. તે દીપક મેહરૂપી મેરા અંધકારને હરે છે. સુમતિ-સારી મતિને પ્રકાશ કરે છે અને મુક્તિના માર્ગને પ્રગટ કરે છે. : મિત્ર, જે, આ જ્ઞાન દીપકની કેવી ખુબી છે. તેમાં ધૂમાડાને લેશ નથી અને વાયુને પ્રવેશ નથી. તેમાં કર્મરૂપી પતંગો ૫લકમાં.ઝપલાઈને નાશ પામે છે. તેમાં દશા એટલે સ્થિતિ દીપક પક્ષે. દશા એટલે વાટને ભેગ નથી. તેમજ તેમાં સ્નેહ-પ્રેમ અને દીપક પક્ષે તેલને સંગ નથી, તેમ વળી તેમાં તાપ નથી. લાલ રંગ-રાગની લાલાશ નથી. તેમાં તે સમાધિરૂપ જળને પગ છે. તેની શિખ સદા અભંગ પણ રહેલી છે. તે શિખા સર્વને આધાર છે અને પિતે નિરાધારપણે કુરી રહે છે, અને પુદગલમાં છુપી રીતે રહેલ છે. - પ્રિય પ્રવાસી,જેના હદયમાં આ જ્ઞાનદીપક પ્રગટ હોય તેને જે આનંદનો અનુભવ થાય છે, તે અનિર્વચનીય છે. આ દીપક યોગ હેય તે જ્ઞાની પરિગ્રહ રાખે તે છતાં પણ પરિગ્રહમાં લિપ થતું નથી. સમ્યગ જ્ઞાનના આ વચન સાંભળી પ્રવાસી એ નકતાથી પૂછ્યું-મહાશયવર્ય, મને એક શંકા થઈ છે કે, પરિગ્રહના પદાર્થોને એવે સ્વભાવ છે કે, તે તેના ધારણ કરનાર ઉપર પિતાની અસર કર્યા વિના રહેતા નથી. તે છતાં આપ કહો છો કે, આ શાનદીપકના પ્રભાવથી તે અસર થતી નથી. તેનું શું કારણ છે? તે આપ દષ્ટાંત આપી સમજાવો. * * તે સમ્યગ જ્ઞાને ઉત્સાહથી કહ્યું, પ્રિય ભાઈને શંકા દૂર કરવાને એકજ દ્રષ્ટાંતની જરૂર છે. સાંભળ-કેઈ જળાશપમાં શંખ થાય છે, તે બે ઇંદ્રિય જીવ છે. તે સ્વરૂપમાં ઉભળ હેય છે. તે બે ઇદ્રિય જીવ જાત જાતની માટી ખાય છે, તેમ છતાં માટીને રંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com