________________
. ( ૧પપ ) રહેતાં છતાં પણ પરિબ્રહને બંધ લાગતું નથી, કારણ કે, તે તદન નિલેપ છે..
આ પ્રમાણે સમ્યજ્ઞાન અને પ્રવાસી વાતચિત કરતાં હતાં, ત્યાં આકાશ તરફ એક પ્રકાશમાન દીપક જોવામાં આવ્યું. તેને જોઈ પ્રવાસી વિચારમાં પડઅહા ! આ દીપક શું હશે? આવું શાંત જતિ આ વખતે પ્રગટ થવાનું શું કારણ હશે? પ્રવાસીને વિચાર કરતો જોઈ સમ્યમ્ ાને કહ્યું, ભદ્ર, આશ્ચર્ય પામીશ નહીં. તારા ઉપકારી દેવતાએ આ દીપકનું દર્શન કરાવ્યું છે. એ દીપક ઉપરથી તારે ઘણે બોધ લેવાને છે..
પ્રવાસી–મહાનુભાવ, કૃપા કરીએ દીપકને હેતુ સમજાવે સભ્ય જ્ઞાન–ભદ્ર, સાંભળ–
તા . "ज्ञानी ज्ञानमगन रहे, रागादिकमल खोइ . चित्त उदास करनी करे, करमबंध नहि होई ॥१॥.. मोह महातम मन हरे, घरे मुमतिपरगास; मुगतिपयं परगट करे, दीपक ज्ञानविज्ञास."॥२॥
પ્રવાસીએ પ્રેમપૂર્વક કહ્યું, મહાનુભાવ, મારા સમજવામાં આવી ગયું, તથાપિ મને તેનું વિશેષ વિવેચન કરી સમજાવો
સમ્યગ જ્ઞાન–હે પવિત્ર પ્રવાસી, તે કવિતાને એ ભાવાર્થ છે કે, “જ્ઞાની પુરૂષ જ્ઞાનમાં મગ્ન રહે છે અને તે પિતાના રાગાદિક મળને નાશ કરે છે, અને જે જે કરણ કરે તે ઉદાસીન ભાવથી કરે છે, એટલે તેને કર્મ બંધ થતો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com