________________
( ૧૧ ) સભ્ય જ્ઞાન-મિત્ર પ્રવાસી તેજ કવિતાની વ્યાખ્યા સાવધાન થઈને સાંભળ,
જ્યારે જીવને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે કાયારૂપ ચિત્રશાળાને જુદી રીતે જુવે છે. કર્મપિ પલંગ માયારૂપ શકા અને કલ્પનારૂપ ચાદરને જુદાં જુદાં રૂપમાં જુવે છે, એટલે તે જ્ઞાની જવ સમજે છે કે, આ બધી મારી સ્થાપના જુઠી છે. વળી તે વિચારે છે કે, અતીત અવસ્થાને વિષે શયન દશામાં નિદ્રા લેનાર હું કોઈ બીજે રૂપેજ છું. આ વર્તમાનકાળે મારી તે અવરથા નથી. હવે એક પળ માત્ર પણ આ અવસ્થામાં મારે અભાવ થનાર નથી. તે જીવને તે કાળે શ્વાસ અને સ્વન એ બને નિદ્રાની અલંગના સંગે સુઝી આવે છે. તેને પિતાના આત્મારૂપી અરીસામાં આત્માનું સર્વસંગ સુઝી આવે છે–આવી રીતે વિચાર કરનાર તે છવ નિદ્રાને ત્યાગ કરી ત્યાગી થાય છે, ત્યારે તેની દૃષ્ટિ વિકાશ પામે છે અને તેથી તેને પિતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે.”
સમ્યગ જ્ઞાનની આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના હૃદય ઉપર જે અસર થઈ, તે અવર્ણનીય હતી. તેણે આનંદમાં મગ્ન થઈને ઉચે સ્વરે જણાવ્યું, હે મહાનુભાવ, આપે હદવાળી દીધી. મારે આત્માને મોટામાં મોટું આલંબન આપ્યું. હવે હું શયનદશાને ત્યાગ કરી જાગ્રતદશાની સ્થિતિની ભાવના ભાવીશ, હે કૃપા નિધિ, સર્વદા મારા હૃદયમાં સ્થાપિત થાય એવી કઈ ગાથા અને થવા કવિતા મને સંભળાવે કે જેથી મને સતત શયન અને જાગ્રત દશાનું સ્મરણ થયા કરે,
સમ્ય દર્શને સાનંદ થઇને કહ્યું, હે માનનીય મુસાફ્ર આ સંક્ષિપ્ત કવિતા તારે પ્રબુદ્ધ હૃદયમાં સ્થાપિત કરી રાખજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com