________________
( ૧૩૯ )
सवैया
'
" काया चित्रसारी में करम परजंकनारी, मायाकी सवारी सेज चादर कलपना ; सैन करे चेतन अचेतनता निंद लिए, मोहकी मरोर यहै लोचनको ढपना; उदै बलजोर यहे श्वासको सबद घोर, विषे सुख कारजकी दर यहे सुपना ; ऐसी मूढदशामें मगन रहे तिहूकान, धावै भ्रमजाल में न प रु अपना" || १ ॥
સમ્યગ્ જ્ઞાને કહ્યું, ભદ્ર, કવિતાના ભાવાર્થ સમજ્યા કે ?
પ્રવાસી—સમજ્યો છું, પણ જેવા જોઇએ તેવેશ આશય સ્પષ્ટ થયા નથી, માટે કૃપા કરી ભાષારૂપે વ્યાખ્યા કહી બતાવે તા ઉપકાર થાય.
સમ્યગ્ જ્ઞાન—સાંભળ—આ કાયારૂપી એક ચિત્રશાળા છે. તેમાં કર્મરૂપી એક પલંગ છે. તે ઉપર માયાની શય્યા પા થરેલી છે. તે ઉપર મનની વિકલ્પનારૂપ ચાદર પાથરી છે. તેમાં અચેતનારૂપ નિદ્રામાં ચેતન-આત્મા શયન કરી રહ્યા છે. માહુના ઘેનમાં તેના લાચન ઘેરાયા છે. ઉદય બળરૂપ તેના ધાસના ધાર રાખ્ત થયા કરે છે અને વિષય સુખની કરણી એ તેનું સ્વભાવ સ્થાન છે. તે જીવની ખરેખરી શયન દશા કહેવાય છે. જે મૂઢ જીવ હોય તે ત્રણે કાળ મગ્ન થઈ એ દશામાં ઢાડ્યાદાડ કર્યા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com