________________
( ૧૪૮ )
ભ્રમને વિષેજ ભુલી રહ્યા છે. ” હે પ્રવાસી, તે ઉપરથી તારે સમ જયું કે, કેવળ ક્રિયા કરવાથી મોક્ષ મળતા નથી, તેમાં તે જ્ઞાનનીજ આવશ્યકતા છે. માટે શિવને સંપાદન કરવાની ઇચ્છા હાય તા નીચેની કવિતા સર્વદા સ્મરણમાં રાખવી:
ઢોરો.
k प्रभु समरो पूजो पढो, करो विविध विवहार; मोक्षरूपी आतमा, ज्ञानगम्य निरधार. " ॥ १ ॥
“ પ્રભુનું સ્મરણ કરો, ભાવથી તેની પૂજા કરે, અને ભાવથી પઢા—સ્વાધ્યાય કરે.—ત્યાદિ વ્યવહાર કરો પણ જે આત્મા છે, તે તા મેાક્ષસ્વરૂપી છે. અને તે જ્ઞાનગમ્ય છે, એમ મનમાં નિશ્ચય
રાખજો.”
પ્રિય ભાઈ, તું તારા હૃદયમાં નિશ્ચયથી જાણજે કે, જ્ઞાન વિના કિંઢ પણ મોક્ષ થતા નથી. એક વિદ્વાને લખેલુ છે કે, જેમ માણસ કામ વિના ઉદ્યમ કરતા નથી, ચાઢા લાજ વિના રભૂિમમાં ઝુકાતા નથી, દેહ વિના પરમાર્થ થતા નથી, શીળ ધારણ કર્યા વિના સત્ત્વ સાથે મળાતું નથી, નિયમ રાખ્યા શિવાય નિશ્ચયપઢ મળતુ નથી, પ્રેમ વિના રસની રીતિ જણાતી નથી અને ધ્યાન વિના મનની ગતિ રોકાતી નથી. તેમ જ્ઞાન વિના મુક્તિમાર્ગ સૂજતા નથી. હે ભદ્રાત્મા, તેથી જ્ઞાન એ દિવ્ય વસ્તુ છે. જ્ઞાનને માટે જૈન વિદ્વાનાએ અનંત આગમ વિસ્તાયા છે. જ્ઞાનના પમ પ્રભાવથીજ અધ્યાત્મ માર્ગના પ્રકાશ થાય છે. એ જ્ઞાનના જ્યોતિથી પ્રકાશમાન થયેલા જ્ઞાનીઓની સ્થિતિ અનિવ ચનીય છે. એવા જ્ઞાનજ્યોતિને ધારણ કરનારા મહાત્માઓને માટે એક વિજ્ઞાન કવિ નીચેની કવિતા ગાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com