________________
( ૧૩૩ ) દૂછાત વાહ! સમ્યગ જ્ઞાનીને કે પ્રભાવ અદ્ભુત છે? હવે કૃપા કરી એજ કવિતાની વ્યાખ્યા સંભળાવે તે આનંદમાં વૃદ્ધિ થાય, પવિત્ર શક્તિ ઊંચે સ્વરે બેલ્યા–પ્રિય પ્રવાસી. સાંભળ–જેમ પંકજ—કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ રાત દિવસ કાદવમાં જ રહે છે, પણ તે કમળને કાદવને સ્પર્શ થતો નથી, તે નિર્લેપ રહે છે. જેમ ગારૂડી મંત્રવાદી પિતાના શરીરને અપની પાસે કરાવે, પણ તેની મંત્રશક્તિના બળથી સર્પને શનિવિષ હોવાથી તેને અસર કરી શક્તિ નથી. જેમ જિહા ધિય ઘી વગેરે ચીકણા પદાર્થો ગ્રહણ કરે છે, પણ તેની ઉપર ચીકાશ લાગતી નથી. અને જેમ એનું પાણીમાં રહે તે પણ તેને કાટ લાગતું નથી. તેવી રીતે સમ્યગ જ્ઞાની પુરૂષ નાના પ્રકારની ક્રિયા કરે છે, પણ તે ક્રિયાને પુદગળના સંગવાળી જાણે પિતાના આત્મસ્વરૂપથી તેને ભિન માને છે, તેથી તેને કર્મ બંધ થતા નથી. તે કર્મના બંધરપકલંકથી ભિન્ન રહે છે. - આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના આનંદમાં અતિશય વધારે થઈ ગયે. તેણે નેત્ર મીંચી તે કવિતા અને તેનું રહસ્ય પિતાના ઘટમાં ઉતારી દીધું. અને તેને યોગ બુદ્ધિના સુક્ષ્મ પુદગળની સાથે કરી દીધો. પ્રવાસીની આવી આનંદમય સ્થિતિ જોઈ સમ્યજ્ઞાન મેઘના જેવી ગંભીર વાણીથી શું—“ભક, તારી પગ્યતા જોઇ મને અતિશય આનંદ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન વિરાગ્યની શકિતએજ મારું જ સ્વરૂપ છે. તેના મુખમાંથી જે દષ્ટાંત પ્રગટ થયાં છે, તે મારા પ્રભાવને અને મારા મહિમાને દર્શાવનારું છે. તથાપિ મારે કહેવું જોઈએ કે એ સમર્થ શક્તિ જ્યારે મને સહાયકારી થાય છે, ત્યારે જ મારો ઉપગ કૃતાર્થ થાય છે. જે જ્ઞાન વૈિરાગ્યની શક્તિ ન હોય તો મારે મહિમા આ જગતમાં વિખ્યાતજ ન થાત. મારી ખ્યાતિ આ મહાનુભાવા શક્તિના પ્રભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com