________________
થીજ છે. તેને માટે એક જૈન ગી પિતાના અનુભવના ઉદ્દગારમાં બેલ્યા છે. જે તું એક ચિત્તે સાંભળ:
" पूर्व उदय संबंध, विषय जोगवै समकिती; करै न नूतन बंध, महिमा झान विरागकी." ॥१॥ તેને ભાવાર્થ એવો છે કે, “પૂર્વના સંચિત કર્મ ઉદય આચાથી તેના સંબંધે સમકિતી જીવ ભેગ ભેગવે છે, પણ તે નવા કર્મના બંધ કરતું નથી. એજ્ઞાન વૈરાગ્યની શક્તિને મહિમા છે. તે સાંભળી પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, એ વાત યથાર્થ છે. જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના કોઈ પણ થઈ શકતું નથી.
તે સાંભળી પ્રવાસી બે હે મહેપારી મહાનુભાવે, આપ બન્નેનું સ્વરૂપ મારા હૃદયમાં ફરી આવ્યું છે. સમ્યાન અને જ્ઞાન વૈરાગ્યની શક્તિ–એ બને અભેદરૂપે એકજ છે. જે સમકતી હોય, તે સર્વદા અંતકરણને વિષે જ્ઞાન તથા વૈરાગ્ય–બને ગુણને ધારણ કરે છે. તે ગુણના પ્રભાવથી તે પિતાનું જ્ઞાતાપણાનું લક્ષણ જાણી જીવ અજીવનું જુદું જુદું સ્વરૂપ જાણે છે, તે પછી આ ભાને યથાર્થપણે વેદી પિતાના આત્મિક સ્વભાવમાં સ્થિર થઈને રહે છે. એ તે મહાત્મા પછી પિતે તરે છે અને સત્ય ઉપદેશ આપી બીજાને પણ તારે છે. એ રીતે તે છેવટે આત્મદ્રવ્યને સાધી લઈમેક્ષના સુખને પ્રાપ્ત કરે છે અને કર્મની ઉપાધિ સહિત જે વ્યથા છે, તેનું વમન કરે છે. એટલે જ્ઞાતા પુરૂષ સમ્યગ જ્ઞાન અને વિષયની અરૂચિ–એ બનેને સાધી લે છે. પ્રવાસીના મુખથી ખાવાં વચને સાંભળી સમ્યગ જ્ઞાન પ્રસન્ન થઈ ગયું. અને પ્રવાસીને બેધજોઈતેના અંતરમાં અતિશય આનંદ પ્રગટ થઈ આવ્યું. પછી તેણે પ્રેમપૂર્વક જણાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com