________________
( ૧૧૫ )
ધૂળ ખાળીને પણ તે દ્રવ્ય કાઢી લે છે, જેમ કાઢવવાળા જળમાં તફળ નાખી જળનેકાદવ રર્હુિત કરે છે, જેમ ઢત્રિનું મથન કરી તેમાંથી માંખણને જુદું કરી નાખે છે, અને જેમ રાજહુસ મળેલા દૂધ-પાણીમાંથી જળ અને દૂધ જુદાં કરી નાખે છે, તેવી રીતે જ્ઞાનવંત પ્રાણી ભેટ વિજ્ઞાનની શક્તિ સાધીને પોતાની જ્ઞાન સપત્તિને વેઢે છે અને પુગળના કટકરૂપ રાગદ્વેષને કાપી નાખે છે,” ૧
કવિતા અને તેના ભાવાર્થ સાંભળી પ્રવાસીએ ઊંચ સ્વરે કહ્યું, મહાનુભાવ, આ કવિતા યથાર્થ છે, મારા હૃદયમાં ખાત્રી થાય છે કે, આપ (ભેદજ્ઞાન) પાતેજ મેાક્ષનું મૂળ છે. મેાક્ષનું માહામ્ય અને માક્ષનો ઉત્કૃષ્ટ મહિમા આપના સ્વરૂપમાંજ રહેલા છે,
ભેદનાને ઊંચે સ્વરે કહ્યું, હે નિર્મળ મતિવાળા પ્રવાસી, તારો અંતરાત્મા સર્વ રીતે તત્ત્વભૂમિના પ્રવાસના અધિકારી છે. આ પ્રવાસથી તું તારા જીવનને સફળ કરીશ. હવે હું અહિંથી જવાની ઇચ્છા રાખું છું. તારો કલ્યાણમાર્ગ નિર્વિા થા, ભેદજ્ઞાનનાં આ વચનો સાંભળી પ્રવાસીએ નમ્રતાથી જણાવ્યું. મહારાય, આપનાં દર્શનથી મારા હૃદયમાં તાત્ત્વિક જાતિ થઇ આવી છે. સંવતત્ત્વના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ ભાન પ્રાપ્ત થયું છે, આપ મ હાશયે મારી ઉપર મહાન ઉપકાર કર્યા છે. પ્રવાસી આ પ્રમાણે કહેતા હતા, તેવામાંજ ભેદજ્ઞાન પાતાના દિવ્ય જ્યોતિથી આસપા સના પ્રદેશને પ્રકાશિત કરતું આગળ ચાલ્યું ગયું. અને ક્ષણમાં તા તે અદૃશ્ય પણ થઇ ગયું.
ભેદજ્ઞાન અદૃશ્ય થતાંજ પ્રવાસી આસપાસ જોવા લાગ્યા. ત્યાં તે છઠ્ઠી ભૂમિકાના ઈંડા આવી ગયા અને પ્રવાસી આગળ જવા વિચાર કરતા હતા ત્યાં આકાશમાંથી મેધની ગર્જના જેવી ગંભીર વાણી નીચે પ્રમાણે પ્રગટ થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com