________________
હદયને શીતળતા આપશે. આ બધો પ્રતાપ આપનેજ છે. જે આપ જ્ઞાન સ્વરૂપ મહાનુભાવના મને દર્શન થયાં નહતું તે હું આવી ઉત્તમ સ્થિતિમાં ક્યાંથી આવતે. જ્ઞાનના શુદ્ધ સ્વરૂપ વિના સ્યાદ્વાદનું સ્વરૂપ કયાંથી પ્રાપ્ત થાય? હે મહેપારી મહાશય, જે આ દિવ્ય ધ્વનિ સાંભળવામાં આવ્યો. તે વનિને સ્પષ્ટર્થ મારા જાણવામાં આવ્યું નથી. તે તેનું સ્પષ્ટીકરણ કયારે થશે?
જ્ઞાનચકે વાણુને પ્રકાશ ક–મિત્ર પ્રવાસી. તે ઘનિમાં એક કવિતા કહેવામાં આવી છે, તેમાં સ્વાદ્વાદને એક મહેલની * ઉપમા આપી છે. સ્વાદ્વાદરૂપ મહેલમાં રહેલે જીવ આ સંસારસાગરને સુખ તરી જાય છે.
ભ, તે કવિતાની એવી વ્યાખ્યા છે કે, “જે ક્રિયાવાદી છે, તે કહે છે, કે પાનના કરતાંકિયા-કર્મ શ્રેષ્ઠ છે; કારણકે, જ્ઞાનની અંદર સંશય ઉપજે છે અને સંશય થવાથી જીવની અવ્યવસ્થા થઈ જાય છે. તેથી “ક્રિયા-કર્મ કરવાથી જ મોક્ષ થાય છે. આ પ્રમાણે કિયાવાદી જીવ મિથ્યાત્વની ગહલમાં કહે છે. જે જ્ઞાનવાદી (સાંખ્યમતી) છે તે કહે છે કે, બંધ અને મોક્ષ પ્રકૃતિને જ છે, આત્મા તો સદા બંધરહિત છે–આથી તે સ્વચ્છંદતાથી પ્રવે છે. આ બન્ને કમમાં બડેલા છે. પણ જે સ્યાદ્વાદી છે તે કેઇને વિરોધી કે પક્ષપાતી નથી, તે ગુણઠાણામાફક ક્રિયા-કર્મ કરે છે, પણ કર્મને ઉદયદશામાં રાખે છે, મમતાથી દૂર રહે છે અને પાનધ્યાનની સેવામાં સાવધાન રહે છે. એવા સ્યાદ્વાદી જીવ પરિ થઈ ભવસાગર તરે છે, કારણકે તેને નિવાસ સ્યાદ્વાદરૂપ મહેલમાં છે.”
આ વ્યાખ્યા સાંભળી પ્રવાસીના નેત્ર હર્ષથી વિવર થઈ ગયા. તેણે પરમ પ્રીતિથી તે જાતિના દર્શન કર્યા. તેવામાં તે તે જાતિ આગળ આવી ઉભું રહ્યું, તેમાંથી એક દિવ્ય પુરૂષ પ્રગટ થઈ ઉભે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com