________________
( ૧૬ ). જ્ઞાનવીરના મુખથી આ વચને સાંભળી જૈનપ્રવાસીના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ આવી. તથાપિ પ્રવાસી દક્ષિણ્યતાના ગુણથી ક્ષણવાર બે નહીં એટલે જ્ઞાનવીર તેને હૃદયભાવ જાણું તરત બે -“ભદ્ર, તારી મુખાકૃતિ સૂચવે છે કે, તારું હદય શંકિત થયું છે. જે કઈ જાતની શંકા ઉભવી હેય તે ખુશીથી પુછ. તારું પ્રશ્ન સાંભળી તેનું સમાધાન કરવાને હું અત્યંત ખુશી છું.”
- જ્ઞાનવીરનાં આ વચનેએ પ્રવાસીને ઉત્સાહિત કર્યા–એટલે . તે વિનયથી બે -“મહાનુભાવ, આપની ધારણ યથાર્થ છે. મારે
હૃદયમાં આ વિષય ઉપર એક શંકા ઉત્પન્ન થઇ છે તે સાંભળવા કૃપા કરશે–હે મહાનુભાવ, આ જગતમાં જ્ઞાની અને અજ્ઞાનીની સરખી સ્થિતિ જોવામાં આવે છે. જેમ અજ્ઞાની પુરૂષ સ્વછંદથી વર્તે છે, તેમ રાની પણ સ્વછંદથી વર્તે છે. તેઓ બને વિચાર વગર વદનારા, શરીરમાં સ્નેહ પ્રવર્તાવનારા, ભેળસંગ રાખનારા, પરિગ્રહ સંગ્રહ કરનારા, અને મેહ વિલાસ કરનારા હોય છે. જ્યારે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ એવી રીતે સરખી હોય તો પછી સમ્યક્વેત પ્રાણી નિરાશ કેમ કહેવાય?
જ્ઞાનવીર પ્રસન્ન થઈને બોલ્યો-ભક, સાંભળ, એ શકાનું સમાધાન તો સુગમ છે. અજ્ઞાન અવસ્થાને વિષે જે કર્મબંધ કરેલા હેય, તેજ કર્મ વર્તમાન કાળમાં ઉદય આવીને નાના પ્રકારના રસ આપે છે. તેમાં કેટલાએક શુભ કર્મ તે શાતારૂપ છે અને કેટલાએક અશુભ કર્મ તે અશાતારૂપ છે. એ બને જાતના કર્મને વિશે જ્ઞાનીને રાગ અને દ્વેષ હોતો નથી. તેઓ સમચિત્ત છે. વળી તેઓ કર્મને ઉદય માફક ક્રિયા કરે છે, પણ ફળની ઈચ્છા રાખતા નથી. તેથી તેઓ જીવન્મુક્ત એટલે જીવતાંજ મુક્ત થયેલા છે– તેથી તેવા જ્ઞાનીને આશ્રવને બાધ આવતું નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com