________________
( ૧૦ ) સ્થા લુહારની સાણસીના જેવી છે. જેને સાણસી ઘડીમાં લેહને ગ્રહણ કરી અગ્નિમાં હોય છે અને ઘીમાં લોખંડને ઠંડા કરવા સારૂ જળમાં હોય છે તેવી રીતે ક્ષોપશમી અને ઉપશમી જીવ ક્ષણમાં મિથ્યાત્વ ભાવમાં આવે છે અને ક્ષણમાં જ્ઞાનકળામાં પ્રકાશે છે. એવી અવસ્થાને વિશે જ્યાં સુધી જ્ઞાનકળા રહે છે, ત્યાં સુધી ચાર મેહનીચની પચવીશ પ્રકૃતિઓ મંત્ર વડે સર્ષની શક્તિની જેમ શિથિલ થઈ જાય છે અને જ્યારે મિથ્યાવ ઉદય આવે છે, ત્યારે પાછા નાના પ્રકારના કર્મબંધ કરે છે.
જૈનપ્રવાસી આ પ્રમાણે જ્ઞાનવીરની વાણી સાંભળી ઘણેજ પ્રસન્ન થઈ છે. તેણે સ.નંદા હૃદયે જણાવ્યું. મહાનુભાવ. આપની વાણીના પ્રકાશથી મારા હૃદયનું અંધકાર દૂર થઈ ગયું છે. મારા શંકિત હૃદયને સારું આધાસન પ્રાપ્ત થયું છે. હવે આપને એટલું જ પુછવાનું છે કે, આ સુંદર મેહેલ કે જે મારા રસ્તાની વચ્ચે આવેલો છે, તેનું ઉલંધન મારે શી રીતે કરવું? જો તેનું ઉલઘન ન થાય તો મારાથી આગળ પ્રવાસ શી રીતે થઈ શકે?
જ્ઞાનવીરે ગંભીરતાથી કહ્યું, ભ, એ ચિંતા કરીશ નહીં. હું એ મહેલમાં જઈ આશ્રવરૂપ સુભટનો નાશ કરીશ એટલે તે મહેલ અદશ્ય થઈ જશે. જ્યારે તે મહેલ અદશ્ય થશે એટલે તારા પ્રવાસને માર્ગ ખુલે થશે.
પ્રવાસી નિશ્ચિત થઈ –મહાનુભાવ, હવે મારી ચિંતા દૂર થઈ છે જે આપ કૃપા કરી મને કાંઈક વિશેષ જ્ઞાન આપે તો ઉપકાર થશે. જ્ઞાનવીરે કહ્યું, “ભદ્ર, તારા ઉપકારને માટે હણ આ મહેલના શિખર ઉપર એક દેખાવ પ્રગટ થશે. જે દેખાવ ઉપરથી તેને સારું શિક્ષણ મળશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com