________________
( ૧૧ ) યુક્ત થઈ કયારે ઇષ્ટ સંગી થાય છે અને ક્યારે અનિષ્ટ સગી થાય છે. વળી તેમાં તે બહારના વિષય ભેગનેજ ગ્રાહક થાય છે. પછી જ્યારે તેને અંતરદષ્ટિ થાય એટલે તે આત્માનું અવલોકન કરવા ઈચ્છે છે. જ્યારે તે આત્મા જાણવામાં આવ્યો નહીં એટલે તેના અંતરમાં સુમતિ ઉપજે છે, તેનાથી તેને પિતાની નિર્મળતા જણાય એટલે તેને આત્માનું જ્ઞાન અને પ્રભુતા પ્રાપ્ત થાય છે એટલે પરવસ્તુ જે પુદગળ તે ઉપર અભાવ થઈ જાય છે. એટલે પુગળની જે માયા મમતા હેય તે છુટી જાય છે. પછી શુદ્ધ ન વડે આત્માનું જે સ્વરૂપ કહ્યું છે, તે શુદ્ધનયમાં તેને નિવાસ થાય છે એટલે તે આત્મસ્વરૂપમાં ઉપપિગ રાખી અનુભવને અભ્યાસ કરે છે, તે અભ્યાસ થતાં જ તેને ભવ ભ્રમ દૂર થઈ જાય છે. તરતજ તેનું મન સમાધિમાં લીન થાય છે. જ્યારે મન સમાધિ લીન થયું એટલે તે અનાદિ અનંતકાળ સુધી જે સ્વરૂપમાં કાંઇ બીજા વિકલ્પ પ્રાપ્ત ન થાય તેવા અચળ પદનું અવલંબન કરવાથી તે પોતાના રમતા રામપણને વિલેકે છે
આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળ્યા પછી જેને પ્રવાસી પોતાના સ્વરૂપને આનંદ અનુભવવા લાગે અને તેની દષ્ટિમાં ક્ષણવાર અંતવિકારી પ્રાપ્ત થઈ છે.
જ્ઞાનવીર પ્રસન્ન થઈને બે –મિત્ર પ્રવાસી, તારી આ વખતની સ્થિતિ જોઈ મને આનંદ ઉપજે છે. આ ચમત્કારી ચક્રનું ભ્રમણ અને તેને હેતુ તારા સમજવામાંયથાર્થ રીતે આવ્યો છે. આથી આ તારે તન્દ્રભસિને પ્રવાસ ઘણે અંશે સફળ થ છે. મિત્ર, આ ચક્રનો દેખાવ ઘણે બેધક છે. જો દરેક ભવી પ્રાણ આદેખાવને તવંદષ્ટિથી વિચાર કરે અથવા સમાધિસ્થ થઈ તેનું મનન કરે તો તેના હદયનું અંધકાર નષ્ટ થઈ જાય, એ નિઃસંદેહુ વાત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com