________________
( ૧૭ ) થાય છે. જેમ આ નીકના પ્રવાહ સરેવરમાં આવી મળે છે, તેવી રીત આશ્રવ એક કર્મની નીક છે. તે દ્વારા કર્મ પ્રાણીમાં આવે છે. એટલે જેમ આ વરમાં નીકની આવક છે, તેવી જ રીત આશ્રવથી કર્મની આવક થાય છે. તેથી આ બધા દેખાવ આશ્રવના સ્વરૂપને સારી રીતે સ્પષ્ટ કરે છે.
ભદ્ર, આ મહેલમાં રહેલા આશ્રવને પરાભવ કરવાને જ હું જાઉં છું. મારા દિવ્ય સામર્થ્યથી તે અભિમાની દ્વાને અધ: પાત થશે.
પ્રવાસી સાનંદાશ્ચર્ય થઈ –મહાનુભાવ, હવે આ બધા દેખાવનું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું છે. આપને સદા વિજય થાઓ. તથાપિ મારે એક વિનંતી કરવાની છે, જે આપની ઇચ્છા હેય તે જાહેર કરું?
જ્ઞાન સુભટ પ્રસન્ન મુખે બે –ભદ્ર, ખુશીથી જાહેર કરપ્રવાસીએ નમ્રતાથી જણાવ્યું. મહાશય જ્ઞાનવીર, આ મહેલના બે ભાગ દેખાય છે, તેનું શું કારણ હશે? અને આશ્રવ છે આ મહેલમાં કેવી રીતે રહેતે હશે? એ બધી વાત સ્પષ્ટ રીતે સમજાવે
જ્ઞાન સુભટ ઉચ સ્વરે બે -ભદ્ર, જે આ મહેલના બે ભાગ દેખાય છે. તેનું કારણ એ છે કે, આશ્રવ વીરના બે સ્વરૂપ છે. એક દ્રવ્યરૂપી આશ્રવ અને બીજો ભાવરૂપી આશ્રવ તે બને નામરૂપે એક છતાં પિતાના લક્ષણ સ્વરૂપથી જુદાં છે. પુદગળ દ્રવ્ય જીવન સર્વ પ્રદેશને ગળી જાય છે, તે વ્યરૂપી આશ્રવ કહેવાય છે અને દ્રવ્ય આશ્રવના પ્રસંગથી આત્માને વિષે રાગ, દ્વેષ તથા વિમેહને વિકાશ થાય, તે ભાવરૂપી આશ્રવ કહેવાય છે. તે બન્નેનાં
સ્વરૂપ જુદાં જુદાં હોવાથી તેઓ આ મહેલના બે જુદા જુદા ભારામાં રહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com