________________
( ૧૨ ). મારું અને પિતાનું રવરૂપ રાચવી આપ્યું છે. પ્રવાસીએ ઉત્તર આપે–મહાનુભાવ, એ સત્ય છે. મેં મારી બુદ્ધિ પ્રમાણે આ પનું સ્વરૂપ જાણી લીધું છે, તથાપિ તેનું વિશેષ જ્ઞાન મેળવવાની ઇચ્છાથી મેં આપને પુન: પ્રશ્ન કર્યો છે. જે આપ કૃપા કરી મને જણાવશે, તો હું આપને મેટે ઉપકાર માનીશ. સુભટે સાનંદ થઈને જણાવ્યું. ભદ્ર, બીજી બાબત હું વિવેચન કરી બતાવીશ પણ જે કવિના આકાશવાણીએ ઉચ્ચારી છે, તેની વ્યાખ્યા તે તારા મુખથી જ સાંભળવી છે.
પ્રવાસી પ્રસન્ન થઈને બે –મહાનુભાવ, સાંભળો–એ કવિતામાં આપનું જ વર્ણન કરેલું છે. “આપ જ્ઞાનરૂપી સુભટ આ જગતમાં મહાવીર ગણાઓ છે. આપે પિતાના સામર્થ્યથી આશ્રવરૂપી સુભટને નાશ કર્યો છે અને આ વિધની સપાટી ઉપર મહાન વિજય મેળવ્યું છે. આ જગતમાં જે સ્થાવર જંગમ જીવ છે, તેના સહજ બળીને તેડી આશ્રવરૂપ પદ્ધાએ પિતાને વશ કરી રાખ્યા છે, તે આશ્રવરૂપ એ આ જગતમાં મેટા અભિમાનથી રહે છે. તે આશ્રવ પદ્ધ રણસ્તંભ રોપી અને પિતાની મૂછ મરડી સર્વને જણાવે છે કે, આ જગતમાં મને જીતે તે કઈ પણ વીર પુરૂષ નથી. આવા સમર્થ દ્ધાને પરાભવ કરવાને માત્ર એકજ પ્લે સમર્થ છે. જે દ્ધાનું નામ જ્ઞાન છે. તે દ્ધા અતિ તેજસ્વી છે. તેણે આવી આશ્રવ સુભટને પછાડ અને તેને રણસ્તંભ તેડી નાંખે. એવા જ્ઞાન સુભટને કવિ નમસ્કાર કરે છે.”
પ્રવાસીના મુખથી આ કવિતાની વ્યાખ્યા સાંભળી તે જ્ઞાન સુભટ પ્રસન્ન થઈ ગ. તેણે મધુર અને ગંભીર સ્વરથી કહ્યું. ભદ્ર, સાંભળ, જે આ સુંદર મહેલ છે. તે આશ્રવ ના મના સુભટને મહેલ છે. આ સરોવરના દેખાવ ઉપરથી આશ્રવનું સ્વરૂપ સૂચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com