________________
( ૯ ) પ્રિય પ્રવાસી, આ ઉપરથી તારે એટલું સમજવું કે, શુભ તે પુષ્ય, અને અશુભકર્મ તે પાપ-એ અને કર્મ છે, પુગળના પિંડ છે અને જે રાગદ્વેષાદિ મળરૂપ વિભાવ છે એ બન્નેમાં દષ્ટિ રાખવાથી મુક્તિ ન થાય અને કેવળ જ્ઞાનનું પદ પણ પ્રાપ્ત ન થાય, વળી તારે એવી શંકા ન કરવી કે, જે હિંસાદિક અશુભ ક્રિયા છે, તે અશુદ્ધ છે અને જે દયાદાનાદિક શુભ ક્રિયા છે, તે શુદ્ધ છે, તો અશુદ્ધ ક્રિયાને ત્યાગ કરી શુદ્ધ ક્રિયા કરવામાં એક્ષપદમાં શી હાનિ થાય? આ શંકા ટકી શકે તેમ નથી. કારણકે, જ્યાં સુધી કઈ જાતની ક્રિયા કરવાના પરિણામ રહે ત્યાં સુધી ઉપગવાળે આત્મા ચંચળ રહે છે. એટલે જ્યાં સુધી ક્રિયામાં ઉપયોગ રહે ત્યાં સુધી આત્માની સ્થિરતા થતી નથી, તેમજ તે આત્માને શુદ્ધ અનુભવ કહેવાતા નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, પુણ્ય પાપની બને ક્રિયા મેક્ષમાર્ગમાં બંધ કરનારી છે. બન્નેમાંથી એકે ક્રિયા સારી નથી. જ્યાં મુક્તિમાર્ગને બાધક વિચારવામાં આવે ત્યાં બંને ક્યિા નિષિદ્ધ કહેલી છે.
આ પ્રમાણે જ્ઞાનચંદનાં વચન સાંભળી પ્રવાસી અત્યંત પ્રસન્ન થઈ ગયું. તેણે ઉલ્લાસથી જણાવ્યું, હે મહાપકારી, હવે મને નિશ્ચય થયો છે. આપ પિતેજ એક્ષને માગે છે. કારણકે, આપ જ્ઞાન સ્વરૂપ છે. તે વિષે એક રસિક કવિતા મારા હૃદયમાં ખુરી આવી છે. આપની આજ્ઞા હેય તે કહી સંભળાવું.
જ્ઞાનચંદ્ર પ્રસન્ન થઈ બેલ્યા-ભદ્ર, ખુશીથી કહી સંભળાવ. તારા અંતર્દયમાં મારા સ્વરૂપનું પ્રતિબિંબ દેખાય છે.
પછી પ્રવાસીઓ નીચે પ્રમાણે તે કવિતા કહેવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com