________________
( ૮૬ )
हो माहिं दोरधूप दान करमबंध रूप,
या ज्ञानवंतने न को अभिलारव्यो है. ॥ १ ॥
હું પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ સુગમ છે. તથાપિ વિશેષ સ્પષ્ટ કરવાને માટે હું તેનું ભાષારૂપે વ્યાખ્યાન કહું, તે સાંભળ જેમ કાઇ ચંડાળની સ્રીએ એ પુત્રને જન્મ આપ્યા. તેમાં એક પુત્ર બ્રાહ્મણને ઘેર રાખ્યા, અને એક પુત્ર પેાતાને ઘેર રાખ્યો. તેમાં જે પુત્ર બ્રાહ્મણના ધરમાં રહ્યા તેણે મઘમાંસના ત્યાગ કરી દીધા અને જે ડાળના ધરમાં રહ્યો તેણે મઘમાંસ સેવવા માંડ્યાં. તેવી રીતે વેદનીય કર્મના બે પુત્રો છે, એક પાપ અને બીજો પુણ્ય. તે બન્નેનાં નામ જુદાં પણ સ્વભાવ એક છે; કારણકે તે બન્નેમાં વેઢવાની સત્તા છે. એટલે ખેદરૂપ છે. તેમજ તે પાપ પુણ્ય અને કર્મનાં બધરૂપ છે, એથી જ્ઞાનીજન એ મન્નેમાં કોઈના પણ અભિલાષ કરતાં નથી.
પ્રવાસીએ શંકા કરી પુછ્યુ, મહાનુભાવ, આપે જે પાપ પુણ્યનો સ્વભાવ સરખા કહ્યા, તેમાં મને શંકા રહે છે ; કારણકે, તે અન્ને સરખાં દેખાતાં નથી. તેમનાં કારણ, રસ, સ્વભાવ તથા ફળ જુદાં જુદાં છે. વળી તેમાંથી એક પ્રિય લાગે છે અને બીજો અપ્રિય લાગે છે.
હે મહાનુભાવ, જે પિરણામ તીવ્રકષાયમય એટલે જેને સુલેશ પિરણામ કહે છે, તેનાથી પાપને મધ થાય છે અને કષાયનું જે મંદપશું તે વિશુદ્ધ પરિણામ છે, તેનાથી પુણ્યના અંધ થાય છે. એવા તેમના જુદા જુદા કારણા છે.
વળી પાપના ઉદયથી અશાતા થાય છે, તેના સ્વાદ કડવા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com