________________
અવસ્થા ધારણ કરે છે અને સર્વ પદાર્થને પિતાનામાં પ્રતિબિંબિત
આ પ્રમાણે ચેતન સ્વરૂપના સુબેધક વચને સાંભળી પ્રવાસીના હૃદયમાં ચિદાનંદને આનંદ પ્રગટ થઈ ગયું અને તેને આનંદાનુભવ અધિપણે વધવા લાગ્યો. પછી ચેતન સ્વરૂપે આનંદપૂર્વક જણાવ્યું કે, હે પ્રવાસી, હવે હું જાઉં છું. તને આ પ્રવાસમાં ઘણીવાર મારું દર્શન થયા કરશે. આ ભૂમિકાને પ્રવાસ તારા તાત્વિક જીવનને સુધારવામાં મુખ્ય સાધન થઈ પડશે. અને તે તારા હૃદયના સંદેહના પડદાને સત્વર દૂર કરી શકશે.
આ પ્રમાણે કહી ચેતન સ્વરૂપ અદશ્ય થઈ ગયું અને તત્વ પ્રેમી જેને પ્રવાસીએ પિતાને પ્રવાસ આગળ વધાર્યો
પ્રવાસી જવામાં થોડે દૂર ગયે. ત્યાં આકાશમાર્ગે ત્રિમૂર્તિનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. આ ત્રણે મૂર્તિઓ શેની હશે? એમ પ્રવાસી પિતાના હૃદયમાં વિચાર કરતા હતા, ત્યાં આકાશમાંથી નીચે પ્રમાણે અદૃશ્ય વાણી પ્રગટ થઈ :
હે પ્રિય તત્વ ભૂમિના પ્રવાસી, જે આ ત્રિમૂર્તિ તારા જોવામાં આવે છે, તે ત્રિમૂર્તિ કર્સ, કર્મ અને ક્રિયાની છે. તે ત્રણે મૂર્તિને સંબંધ જીવની સાથે છે. તે સંબંધ કેવી રીતે છે? તે તારે જાણવાનું છે. તેમ વળી એ સંબંધ અજવને વિષે કેવી રીતે રહે છે? એને પણ તત્વબુદ્ધિએ વિચાર કરવાને છે.
- આ અદશ્ય ધ્વનિ સાંભળી પ્રવાસીએ તે દિશા તરફ જઇને ઉચે સ્વરે કહ્યું, “મહાનુભાવ, આપ જે કૃપા કરી પ્રત્યક્ષ દર્શન આપે તો મને ઘણું લાભ થાય, વળી આ ત્રિમૂર્તિમાંથી જે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com