________________
શથી અંધકારને નાશ થઈ જાય છે, તેમ કર્મને કર્તા માનવાને વિપરીત ભાવ નાશ પામી જાય છે. એવી રીતે જ્યારે જીવને અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય, ત્યારે તે આત્મ સ્વભાવને સાધક થાય છે. તે વખતે કર્મને ક કેમ થાય? અને તે પુદગળરૂપી કર્મને કેવી રીતે કરે? એ જાણવાને ઊપયોગ રહેતો નથી. ?
આ પ્રમાણે કહી તે ધ્વનિ શાંત થઈ ગયો. ક્ષણવાર પ્રવાસી બીજા ધ્વનિની આશા રાખી ઉભું રહે, ત્યાં આ પ્રમાણે અંદરથી શબ્દને આવીભવ થા–“પ્રિય મુસાફર, તારો પ્રવાસ આગળ ચલાવ, તને આટલી સૂચના આપી હું હવે આગળ જાઉં છું,
ડે જતાં તેને એક વ્યક્તિ સામી મળશે, તેનાથી તને ઘણે લાભ થશે.” આ શબ્દો સાંભળી જૈનપ્રવાસી આગળ ચાલ્યા. તવભૂમિની આનંદકારક રચનાને અવકતા અને તેથી હૃદયમાં આત્માનંદને અનુભવતે તે વિવિધ વિચાર કરતે ચાલતું હતું, ત્યાં એક મનહર તેજસ્વી મૂર્તિ તેના જોવામાં આવી. પ્રવાસીએ તેને નમન કરી પુછયું, “માન્ય મહાશય, આપ કેણ છો? આપની અભુત બાહ્ય આકૃતિ જોઈ મારા હૃદયમાં અતિશય આનંદ ઉપજે છે. જ્યારે આપની બાહ્ય આકૃતિમાં આવું અનુપમ સંદર્ય છે તે પછી આપની અંતરંગ આકૃતિમાં કેવું સંદર્ય હશે? તે અવર્ણનીય છે. મહાનુભાવ, આ જિજ્ઞાસુની ઈચ્છા પૂર્ણ કરો અને આપના સ્વરૂપનું યથાર્થ ભાન કરો.”
તે તેજસ્વી મૂર્તિના મુખમાંથી વાણી વિલાસ પ્રગટ થયે– ભદ્ર, હું પોતે જ્ઞાન સામર્થ છું. આહંત ધર્મના અગ્રણી પુરૂ મારી ભારે પ્રશંસા કરે છે. મને આત્મશ્લાઘા કરતાં લજા આવે છે, તથાપિ મારા સ્વરૂપનું રહસ્ય પ્રગટ કરવાને મારે તે કામ કરવું જોઇએ. હે પ્રવાસી રત્ન, જ્યાં સુધી મારે (જ્ઞાનસામર્થના)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com