________________
( 2 )
તે કદિ પણ વિવેકની દૃષ્ટિએ જોતા નથી. કારણકે, તેને ભ્રમ થાય છે અને તે ભ્રમથી જીવને કર્મના કર્તા માને છે, પ્રવાસીએ પ્રશ્ન કર્યાં—મહાનુભાવ, એ ભ્રમનુ સ્વરૂપ કેવું હશે ? તે મને કૃપા ફરી સમજાવા.
તેણે ઉત્સાહથી ઉત્તર આપ્યો—હે માનનીય મુસાર, તે ભ્રમનું' સ્વરૂપ જાણવા માટે તને એક દૃષ્ટાંત આપું, તે સાંભળ જેમ ગ્રીષ્મૠતુના તાપમાં તૃષાતુર થયેલા મૃગ આંઝવાનાં જળને ભરેલું તળાવ ધારી તે તરફ દોડે છે અને તે મિથ્યા જળને પીવા આતુર થાય છે, જેમ અધારે પડેલી દારીને જોઈ કોઈ મનુષ્ય તેને સર્પ જાણે છે અને જેમ સમુદ્રો સ્વભાવ સ્થિર રહેવાના છે, તે છતાં તે પવનના સંયોગથી ઉછળતા દેખાય છે, તેવી રીતે જીવ નિશ્ચયનયથી જોતાં જડ વસ્તુથી વ્યાપક નથી, પણ અનાદિ કાળના સહુજ ભ્રમથી તે જીવને કત્તા કહે છે.
આ દૃષ્ટાંત સાંભળી પ્રવાસી પ્રેત્સાહિત થઇ બોલ્યા—મહાનુ ભાવ, આપે આપેલાં દૃષ્ટાંતથી ભ્રમનુ' યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે, તથાપિ મારા હૃદયમાં એક બીજો પ્રશ્ન ઉત્પન્ન થયા છે, તેા જો આપની ઇચ્છા હોય તેમ તે પ્રગટ કરૂ તેણે ઉત્સાહથી જણાવ્યું, - ખુશીથી પ્રગટ કરો.’
•
પ્રવાસીએ—કહ્યું, મહાશય, જે આપે ભ્રમનુ સ્વરૂપકહ્યું, તે ઉપ થી મારે એટલુ’જ પુછ્યાનુ` છે કે, તેવા ભ્રમ જો સભ્યષ્ટિ જીવને થયો હાય તા તે કેવી રીતે દૂર થઇ કે ?
હું પ્રવાસી, સાંભળ, તે ઉપર પણ એક મનન કરવા જેવુ દૃષ્ટાંત છે—જેમ રાજહુંસ દૂધ અને જળ મિશ્ર હોય, તેમાંથી જળ અને દૂધ જુદાં જુદાં કરી શકે છે, તેમ સમ્યગ્ દૃષ્ટિવર્ડ કમ અને શરીર જુદાં જુદાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com