________________
( ૧ )
હું જીવ ભ્રમરૂપ મળના ભારને ધારણ કરતા નથી. તે જ્ઞાનનાજ રસમાં રમનારો એટલે જ્ઞાતાપણામાં રહેનારો છે, જે જ્ઞાનાવરણાદિક કર્મો તથા રાગદ્વેષાદ્રિક છે. તે પુગળની સામગ્રી છે. એ જીવના અસખ્યાત પ્રદેશને વિષે એવી શક્તિ પ્રગટપણે રહેલી છે, કે જે શક્તિ અવર્ણનીય છે. તે શક્તિના પ્રભાવથી જીવ જ્ઞાનિવલાસમાં ગંભીર, ધીર અને નિર્મળ મતિમાન થઇ સ્થિરતા સાથે રહેલા છે. આવું પ્રòોધ યુક્ત સભ્યજ્ઞાન યાંસુધી બટ પિંડમાં પ્રકાશમાન થઇ રહ્યું છે, ત્યાંસુધી તે અન્યાયના સ્વરૂપને જોતા નથી. તે નગરમાં ધરાજની જેમ જ્યાં ત્યાં નીતિનેજ જોવે છે.”
પ્રિય પ્રવાસી, આ વાત તારા પિ’ડમાં સ્થાપન કરી રાખજે. હવે હું તારાથી જુદા પડું છુ”—આટલું કહી તે દિવ્યમૂત્તિ શુદ્ધાનુભવ ત્યાંથી પ્રસાર થઇ ચાલ્યા ગયા. જૈનપ્રવાસી ગેમ દૃષ્ટિથી તેનુ અવલાકન કરી રહ્યા.
ક્ષણવાર પછી જૈનમુસાફરે પોતાના પ્રવાસ આગળ ચલાવ્યા. ત્યાં તત્ત્વભૂમિની ત્રીજી ભૂમિકાના છેડા આવ્યા. પ્રવાસીએ પાતાની દૃષ્ટિ આગળ પ્રસારી ત્યાં એક સુંદર ગાપુરદ્વાર જોવામાં આવ્યું, તેની રમણીયતા દિવ્ય હતી. ચારે તરફ દિવ્ય શાભાના પ્રકાશ પડી રહ્યા હતા. જે જોતાંજ જૈનપ્રવાસીના હૃદયમાં હર્ષની લહેરીઆ ઉછળવા લાગી.
T+૧૧
તૃતીય ભૂમિકા.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com