________________
( ) રિ તુના સીનો ગુનૈ સનીનો, ' कीनो व्यवहार दृष्टि निहमें राखी है; जरमकी दोरी तोरी धरमको नयो धोरी, परमसो प्रीतिजोरी करमको साखी है ॥१॥
આ કવિતા ઉચ્ચાર્યા પછી જ્ઞાનસામર્થે પોતાની મેળેજ તેનું વ્યાખ્યાન કરવા માંડ્યું–
આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાનીજ છે, તે અજ્ઞાનને લઇને તે કહે છે કે, “શુભ અશુભ કર્મને ક હું પિતેજ હું અને કર્મની રિયાને પક્ષપાતી પણ હું જ છું.' જ્યારે તેના અંતરમાં સારી મતિને ભાસ થાય છે, ત્યારે તે મન, વચન તથા કાયાના પગથી ઉદાસ થાય છે, એટલે તે પગને તે પરરૂપ સમજે છે. જ્યારે એ પગની મમતા મટી જાય છે, ત્યારે મન વચન અને કાયાના પગની બુદ્ધિને તે ત્યાગ કરે છે, અને દ્રવ્યબુદ્ધિ રાખીને આત્માને જે નિર્ભય સ્વભાવ છે, તેનું ગ્રહણ કરે છે અને તે પછી તે સ્વભાવના અનુભવ રસમાં મગ્ન થઈ રહે છે. જો કે તે છવ સર્વ વ્યવહારમાં તે પ્રવૃત્તિ કરી રહે છે અને દૃષ્ટિમાં શ્રદ્ધા તે નિશ્ચયમાં રાખી રહે છે, તથાપિ તે જ્યારે સમજતે થયે, ત્યારે તે જમની દેરી તેડી નાંખે છે, એટલે છદ્રસ્થપણાને ત્યાગ કરી દે છે. અને આત્મિક ધર્મ જે પિતાને મૂળસ્વભાવ છે, તેને ધારણ કરે છે, અને પછી પરમ પદની સાથે પ્રેમ બાંધી એટલે સિદ્ધિપદ ઉપર પ્રીતિ રાખી કર્મને સાક્ષી થઈને રહે છે અર્થાત જે પુદગળ કર્મને કરે છે, તેને સાક્ષી થઈ રહે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com