________________
(૫૨)
ચેતન સ્વરૂપે મેલ ધ્વનીથી જણાવ્યુ, દ્ર, જો તારી એવી ઈચ્છા હાય તા સાંભળ ુ પાતે ચેતન સ્વરૂપ છુ ં અનુભવિ મહુાત્મા મને નિામાત્ર, અલખ, સહજ સ્વભાવ, અચળ, અનાદિ, અનત અને નિત્ય કહે છે. કોઈ પણ રીતે મારો ખાધ (ખંડન) થતા નથી, તેથી હું નિરામાંધ છું. ઇન્દ્રિયોના જ્ઞાનથી હું લક્ષ્ય થતા નથી, તેથી હું અલક્ષ્ય-અલેખ બ્રું, હું પાતેજ મારા સ્વરૂપના જ્ઞાતા છું, બીજા કોઈ મને જાણતા નથી, તેથી હું સહજ સ્વભાવ છુ. મારૂં સ્વરૂપ કિં પણ ચળ અસ્થિર નથી, તેથી હું અચળ હું મારાથી કોઈ આદિ નથી અને મારો અંત પણ નથી તેથી હું અનાદિ અને અનંત છું અને નિત્ય પણ છું.
•
ચેતન સ્વરૂપનાં આ વચન સાંભળી પ્રવાસી આનદ સાગરમાં તરવા લાગ્યા. પછી તેણે વિનયથી જણાવ્યુ, ‘મહાશય, મને તમારૂં સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવો. ચેતન સ્વરૂપે સાનઢ થઇ જણાવ્યું—ભદ્ર, મારૂં લક્ષણ ચેતન છે. અને અજીવનું લક્ષણ અચેતન છે. તે ઊભય પદાર્થ જીદ્દા જુદા છે. જેના ઘરમાં સમક્તિ દૃષ્ટિનું અજવાળું પડયું છે, તે વિચક્ષણ પુરૂષ તે બન્ને જીવઅજીવને ભિન્ન ભિન્ન જાણુંછે. આ જગતમાં જે અનાદિકાળના મૂર્ખ અને મોહાંધકારમાં મગ્ન થઇ રહેલા છે, તે લોક જચેતનને એક માને છે અને જીવને મૂર્તિમાન માને છે, પણ તે મિથ્યાત્વી આખરે પોતાની યુક્તિમાંજ પરાજિત થઈ જાય છે.
હે ભદ્ર, તુ દી વિચાર કરનારા અધિકારી જ્ઞાતા છું, માટે તારી મનેાવૃત્તિમાં આ મારૂં યથાર્થ કથન નિ:શંકપણે સ્થાપિત થયું હશે. તથાપિ જો તારા હૃદયમાં જરા પણ શંકા રહેતી હોય તે, તેનું સ્પષ્ટીકરણ કરવા મને પ્રશ્ન ફરી દર્શાવજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com