________________
( ૩ ) વાણીએ ઊંચે સ્વરે કહ્યું, ભદ્ર, તે વિચાર કરીશ નહીં. એ વિચાર તારા મનને અન્યમાગે ખેંચી જશે. અને તેથી તારી શારીરિક અને આત્મિક સ્થિતિ જુદાં રૂપમાં આરૂઢ થઈ જશે. હવે તે તારે તાત્વિક વિચાર કરવાના છે. તે દરેક તારિક વસ્તુને વ્યવહાર અને નિશ્ચયનયથી અવલોકજે. અને આ સ્તુતિની વ્યાખ્યામાં એ બને નય ઉતારજે. પ્રિય પ્રવાસી. તારા હૃદયમાં એક વાત સદા યાદ રાખજે કે, “શરીર અને આત્મા–એ બને વ્યવહારને સરખા છે અને નિશ્ચયનયથી અને જુદા જુદા છે. માટે શરીરની સ્તુતિ કરતાં જીવની સ્તુતિ કરવી એ વ્યવહારનયથી સત્ય લાગે છે, પણ નિશ્ચયનયની દૃષ્ટિથી જોતાં તે
સ્તુતિ મિથ્યા છે. જે જિનપદ કર્મ છે, તે જીવવિપાકી છે, પુળવિપાકી નથી; તેથી જિન તે જીવ છે અને જીવ તે જિન છે, પણ શરીર અને જીવને એક કરી માનીશ નહીં. કારશકે. તેથી શરીરની સ્તુતિ એ જિનવરની સ્તુતિ થતી નથી,
હે પ્રવાસી, આ તાવિક સિદ્ધાંત તારા હૃદયમાં સ્થાપિત કરજે. એટલે તને તારો સન્માર્ગ પ્રત્યક્ષ થઈ જશે કે, જે માર્ગે પ્રવત્તાં તું તારા આત્મિક જીવને શિવપુરી સુધી લઈ જઈ શકીશ. હે માનવંતા મુસાફર, આ સ્થળે આ તત્વભૂમિની પ્રથમ ભૂમિકા પૂરી થાય છે. હવે તારે પ્રવાસબીજી ભૂમિકામાં થવાનો છે. આ ભૂમિકાનું નામ જીવભમિકા છે. હવે બીજી અભિવભૂમિકા આવશે. તે ભૂમિકા પણ ઘણી વિશાળ અને સુબેધક છે. તારો પ્રથમ ભૂમિકાને અનુભવ એ ભૂમિકામાં ઉપયોગી થશે. બીજી ભૂમિકાને આ પ્રથમ દરવાજો છે. તે દરવાજા ઊપરથી જ તે જિનેશ્વરની સ્તુતિના રસિક અને બેધક કા વ્યાખ્યાન સાથે સાંભળ્યાં છે. હવેથી બીજી ભૂમિકાના પ્રવાસન અધિકારી થ છું. પહેલી જીવતત્ત્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com