________________
( ૪ ) પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, એ વસ્તુ કઈ તે સમજાવો.
જ્ઞાને ઊત્સાહથી કહ્યું, તે એ વસ્તુ આત્મા-જીવ અને પુદ્ ગળ અજીવ સમજવી. જે ચેતનાવત અન’તગુણસહિત પદાર્થ તે આત્મા અને જે અચેતન-જડ તે પુદ્ગળના પરિણામ તે બન્ને વસ્તુમાં તારે તારા શુદ્ધ અનુભવની યોજના કરી, એટલે તું તારા ચેતનને જોઇ શકીશ.
તે ચેતનમાં સ્વભાવસુખ, નિર્મળતા, અવિનાશિષ્ણુ, જગમાં શિરોમણિપણું”, સહુજ સ્વરૂપ વગેરે ઊત્તમ ગુણા રહેલા છે, તે તારા અનુભવમાં આવી જશે. જે નિ:સદેહ યથાર્થ જ્ઞાન તે અનુભવ કહેવાય છે અને તે ચૈતનને શુદ્ધ કરી બતાવે છે. એટલુજ નહી પણ તેનાથી પોતાના સ્વભાવમાં રમતા થાય છે, તેથી સકતા ત્યાગ થાય છે. અને છેવટે મુક્તિમાની સિદ્ધિ
થાય છે.
હું મુસાફર મિત્ર, તે વખતે તારે વિચાર કરો કે, આ શરીરમાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રાગ અને દ્વેષ વગેરે પદાર્થાના માહુ છે, તે મારા આત્માનુ રૂપ નથી. આવા વિચારી તારા અનુભવમાં સિદ્ધ થશે કે, એક ક્ષેત્રમાં અવગાહન કરી રહેલા જીવ તથા અજીવ જુદાં છે અને તે મારા અનુભવમાં આવે છે.
મુસાફ્ સાનદાશ્ચર્ય થઈ કહ્યું, મહાનુભાવ, તે કોઇ દ્રષ્ટાંત આપી મને સમજાવા તા વિશેષ ઊપકાર થશે.
જ્ઞાનજ્યોતિએ વાણીનો પ્રકાશ કરીને કહ્યું, જેમ સાનેરી મ્યાનમાં રાખેલી તરવારને લાકા સાનેરી તરવાર કહેછે, પણ વસ્તુતાએ તે સાનેરી તરવાર નથી પણ મ્યાન સોનેરી છે. જ્યારે તરવારને સામેથી મ્યાનમાંથી ખાહેર કાઢીએ ત્યારે તે તરવાર
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com