________________
શ્રીમદ્ રાજચંદ્ર તે બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પિતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયે છે, તે જેમ વિષયોને ભેગવે છે તેમ તૃષ્ણ વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિય વિષયેથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તે બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇદ્રિને રાગ છેડી, એને વશ કરો.
સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇદ્રિને આધીન થઈ કરીએ છીએ. માટે ઇદ્રિયરૂપ સર્ષને વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તે પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખેટા ભેગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તે કુપાત્રદાન કરી કુતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બદ્રિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુ:ખથી ભેગવાય છે. પાપમાં લગાડે છે. દાનભેગમાં ખર્ચા વિના મરણ થયે, આર્તધ્યાનથી છેડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણ વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણું, દુઃખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરે. ન્યાયના પ્રમાણિક ભેગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડે. આ લક્ષ્મી જલતરંગવત્ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લે. પરલેકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીને સંચય કરે છે, દાન ભેગમાં લઈ શકતા નથી, તે પિતે પિતાને ઠગે છે. પાપને આરંભ કરી, લક્ષ્મીને સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છે. મેલી અને રાત-દિવસ એનું જ ચિતવન કરતાં કરતાં દુર્ગાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષમીને પહાણ સમાન કરી છે. જેમ ભૂમિમાં બીજા પહાણ રહે છે તેમ લક્ષ્મીનું જાણે. રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પિતાને દેહ તે ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કઈ નથી. પિતાના સમસ્ત પરમાર્થને ભૂલી લમીને લેભને માર્યો રાત્રિ અને દિવસ ઘેર આરંભ કરે છે. વખતસર ભજન નથી કરતે. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતે. ચિતાર થઈ રાત્રે ઊંઘ નથી લેતે. લક્ષમીને લોભી પિતાનું મરણ થશે એમ નથી ગણતે. સંગ્રામના ઘેર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘેર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પિતાની જાતિનું, કુળનું કે ઘરનું કઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લેભથી ભ્રમણ કરતે કરતે મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લેભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા એગ્ય કામ કરે છે. તે તું હવે જિનંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કરી પિતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનને સંતેવી થઈ, તીવ્ર રાગ છેડી, ન્યાયના વિષયભગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીને સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પ્રય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષમીને સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષમીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરે, ધર્મનો માર્ગ ચલાવે એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતા તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છેડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org