________________
વર્ષ ૧૭ મા પહેલાં
૧૭
પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઇ જઇ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયા, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રાકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દુગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પા(માર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિપ હરણીને વ્યાઘ્ર સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાર્મ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચેારવાવાળી છે. મળને નાશ કરવાવાળી છે. જંઘામળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિને નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મેાતના મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પાતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઇ રહ્યા છે તે માટે અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માર્દિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયાનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંવેગ વિયેાગરૂપ જાણેા. એ ઇંદ્રિયાના વિષયમાં રાગ કરી, કાણુ કાણુ નાશ નથી થયા? આ બધા વિષયે પણ નાશ પામી જશે, અને ઇંદ્રિયે! પણ નાશ થઈ જવાની. કાને અર્થે આત્મહિત બ્રેડી ઘાર પાપરૂપ મારું ધ્યાન કરે છે ? વિષયેામાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છે ? બધા વિષયેા તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રાગે કરીને હંમેશાં વ્યાપ્ત જાણુ. જીવને મરણથી ઘેરાયેલા જાણુ. અશ્વર્ય વિનાશની સન્મુખ જાણુ. આ સંચેાગ છે તેને નિયમથી વિયેગ થશે. આ સમસ્ત વિષયેા છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલાક નાશ થઈ ગયું છે. જે વિષયાના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભાજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામહ મદને ઉપજાવનાર છે, એના રાગ છેડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણુ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રના ધર્મ ગયા પછી મળવા અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનેા પ્રવાહ નિરંતર ચાલ્યા જાય છે, ફી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇંદ્રિયશક્તિ ગયા પછી પાછાં નહીં આવે. જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેના સંયેગ નહીં રહેશે. સ્વપ્નના સંચાગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છેડી, ઉતાવળે સંયમાકિ ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળા થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવતીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તે બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણુ સહિત છે. સ્વજન પરજન વિયેાગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરે છે ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવા છે, સુગંધ લગાડો છે, આભરણુ વસ્ત્રાદિકથી ભૂષિત કરી છે, નાના પ્રકારનાં ભોજન કરાવા છે, વારંવાર એના જ દાસ પણામાં કાળ વ્યતીત કરેા છે; શય્યા, આસન, કામભાગ, નિદ્રા, શીતલ, ઉષ્ણુ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરે છે. એના રાગથી એવા અંધ થઈ ગયા છે કે ભક્ષ, અભક્ષ, યાગ્ય, અયેાગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઇ, આત્મધર્મ બગાડવા, યશનો વિનાશ કરવા, મરણ પામવું, નરકે જવું, નિંગાને વિષે વાસ કરવા, એ સમસ્ત નથી ગણતા. આ શરીરના જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહના ઉપકાર કૃતાના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ, રાગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણુરૂપ શરીર ઉપરના મેહ છે એમ નિશ્ચયપૂર્વક જાણા. આ શરીરને જેમ જેમ વિષયાદ્વિકથી પુષ્ટ કરશે, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખારાક નહીં આપશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org