________________
શિક્ષામૃત
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧
આ જિનેશ્વરની વાણી કેવી છે ? અનંત પ્રકારના ભાવ, ભેદોથી ભરેલી છે. તેને અનંત નય અને ચાર નિક્ષેપા વડે કરી (વ્યાખ્યાની) વર્ણન કરવામાં આવેલ છે. આખા જગતનું હિત કરનારી, મોહરૂપી ચોરનું હરણ કરનારી, ભવભ્રમણરૂપી સંસારમાંથી તારનારી એવી જિનેશ્વરની વાણી છે. તથા મોક્ષ આપનારી છે.
આવી વાણીને ઉપમા આપવાની મહેનત કરવામાં આવે તો તે વ્યર્થ જાય તેમ છે. કારણ કે તેને ઉપમા આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાની બુદ્ધિનું જ માપ નીકળી જાય તેમ છે. તેની બુદ્ધિ મપાઈ જાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે આ વાત બાળ જીવો-અજ્ઞાનીના ખ્યાલમાં આવતી નથી, સમજી શકતા નથી. જેઓ જિનેશ્વરની વાણીને, તેના રહસ્યને સમજે છે, જાણે છે તે જ તેને માણી શકે છે. તેનું મૂલ્યાંકન તે જ કરી શકે કે જે તેને યથાર્થપણે જાણી શકે.
શિક્ષાપાઠ ૧૦૮. પૂર્ણકાલિકા મંગલ
(ઉપજાતિ) તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રમાણે. ૧ નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા;
ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ૨ તપ અને ધ્યાન વડે આત્મજ્ઞાનરૂપી (રવિ) સૂર્ય પ્રકાશિત થાય. અને તે જ આત્મજ્ઞાનમાં સ્થિર થતાં ચંદ્રમા (સોમ) જેવો શીતળ થઈ જાય. તેથી તે મહાન એવા કલ્યાણ (મંગળ)ની પંક્તિને પામે અને પછી તે જ્ઞાની (બુધ) થાય. આ સિદ્ધિનું દાન કરનારા નિગ્રંથ (ગુરુ) જ્ઞાની છે. અથવા કોઈ જીવની અપેક્ષાએ તે સ્વયં પ્રકાશિત () જ્ઞાન પ્રગટ કરી ખ્યાતિ પ્રાપ્ત થાય (નિસર્ગપણે) તેથી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ ઓછી થતી જાય અને છેવટે સંપૂર્ણ સ્વરૂપની સિદ્ધિ કરીને તેમાં જ બિરાજમાન થાય.
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org