________________
શ્રી વચનામૃતજી
આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. (શ્રી આનંદઘનજી)
જે આત્માનું ધ્યાન કરે છે તે ફરીને સંસારમાં આવતાં નથી. તેઓ આત્મા સિવાયની વાતોને વાક્કાળ સમાન જાણે છે અને એહ તત્ત્વનું ચિત્તમાં વારંવાર નિદિધ્યાસન કર્યા કરે છે.
૭૫
૩૧૬/૩૧૭
‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; દોઈ કરતૂતિ એકદર્ય ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હે; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.’
(સમયસાર) ‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’
વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસ ચેતનપરિણામે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે. ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;'
Jain Education International
તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે.
For Personal & Private Use Only
www.jainelibrary.org