________________
શ્રી ઉપદેશ નોંધ
૨૬૧ જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી. સીધો છે, પણ તે પામવો વિકટ છે.
અત્યાર સુધી એટલા માટે જ રખડીએ છીએ. કારણ કે એ સુલભ માર્ગ આપણને મળ્યાં નથી. એ માર્ગ પામવો કઠણ છે.
પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ.
કેવી રીતે ઓળખાય ? કપાળુદેવ વ્યાપાર કરતા હતા. શેનો ? ઝવેરાતનો, મોતીનો અને એમને સ્ત્રી હતી, સંસાર હતો, છોકરાઓ હતાં. હવે આ જ્ઞાની છે તે કેમ ઓળખાય ? ન જ ઓળખાય. ઓળખાય નહીં તો પ્રતીતિ શાની ? પ્રતીતિ એટલે શ્રદ્ધા કે આ જ જ્ઞાની છે એવી શ્રદ્ધા.
પછી એના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે (શંકા વગર) ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે.
ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે' આ રસ્તો સુલભ છે પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.
ઉ. નોં. - ૧૬ ૧૯૫૭માં કૃપાળુદેવનું દેહાવસાન થાય છે. આ ૧૯૫૬માં કાર્તિક મહિનામાં તેઓશ્રી મુંબઈમાં હતા ત્યારે શું કહે છે ?
જ્ઞાનીને ઓળખો. ઓળખીને એઓની આજ્ઞા આરાધો. ‘ઓળખો’, ‘ઓળખો’ કહીએ અને આપણે ઓળખીએ છીએ એમ પણ કહીએ છીએ પરંતુ એ ઓળખાણ સાચી નથી, ધ્યાન રાખજો જ્ઞાનીને આંતરિક રીતે ઓળખવા જોઈએ. કહેવાય છે કે એક શ્વાસોશ્વાસ સિવાય સાધકથી, મુમુક્ષુથી જ્ઞાનીની આજ્ઞા સિવાય કાંઈ થઈ શકે નહીં. આપણે તો કેટલું કરી નાખીએ છીએ ? વળી એમાં તો શું ? સંસારી વાત છે, આપણે કરવું જોઈએ તેથી કરીએ છીએ એમ માનીને ચાલે છે.
જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.
એક આજ્ઞા આરાધો તેમાં કલ્યાણ કેટલું ? અનેકવિધ . આ કોણ લખે છે ? કૃપાળુદેવ લખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org